નવરચના શાળા ગોધરાની દીકરીઓ અને મહિલા સ્ટાફ દ્વારા વિશ્વ મહિલા દિવસની કલા દ્વારા અનોખી ઉજવણી
ગોધરા: નવરચના પ્રાથમિક શાળા ગોધરા દ્વારા વિશ્વ મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નવરચના પ્રાથમિક શાળા ગોધરાના ૩૨ બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાના ચિત્રો રજૂ કર્યા હતા.
શાળાના ચિત્ર શિક્ષક બાબુભાઈ વરીયા દ્વારા ત્રણ વિભાગમાં શ્રેષ્ઠ ત્રણ ત્રણ વિજેતા જાહેર કર્યા હતા. જેમાં પ્રથમ વિભાગમાં પ્રથમ ક્રમે પઠાણ લામિયા સરફરાજ, બીજા ક્રમે હાટીયા યુસુફ એહમદ, ત્રીજા ક્રમે શેખ સબીના શકીલ, બીજા વિભાગમાં પ્રથમ ક્રમે હાટીયા હાજરા એહમદ, બીજા ક્રમે પઠાણ નુરેસફા સરફરાજ, ત્રીજા ક્રમે સૈયદ અસ્ફીયાનાઝ રિયાજ અને ત્રીજા વિભાગમાં પ્રથમ ક્રમે સુરતી શીફા શબ્બીર, બીજા ક્રમે શેખ ઈશરત ઈશાક અને ત્રીજા ક્રમે કુરેશી નીગાર ઝહીર વિજેતા થયેલ છે. વિજેતા બાળકોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં સંસ્થાના વહીવટદાર એસ વાય દોલતી, શાળાના આચાર્ય ફિરોઝખાન પઠાણ, જબીનબેન કાઝી, સુપરવાઈઝર જુનેદ મનસૂરી અને શિક્ષક મિત્રો દ્વારા વિજેતા બાળકોને પ્રોત્સાહન આપ્યું હતું.
શાળાના મહિલા કર્મચારી મિત્રો દ્વારા રેડ – બ્લેક ડ્રેસ કોડ સાથે સ્પીચ અને પોતાના વિચારો દ્વારા ચિત્રો રજૂ કર્યા હતા. શાળાના મહિલા કર્મચારી મિત્રોને પુષ્પગુચ્છ આપી ઉજવણી કરવામાં આવી હતી. સંસ્થાના પ્રમુખ ડો.સરવર જે વલી અને સભ્યો દ્વારા વિજેતા બાળકોને અભિનંદન પાઠવ્યા હતા.