નવરાત્રિનું પર્વ માં આદ્યશક્તિ અંબાની આરાધના કરવાનું પર્વ છેલ્લા ચરણમાં જઈ રહ્યું છે
બાયડ:બાયડમાં સાતમા નોરતે ખેલૈયા મન મૂકીને ખેલ્યા નવરાત્રિનું પર્વ માં આદ્યશક્તિ અંબાની આરાધના કરવાનું પર્વ છેલ્લા ચરણમાં જઈ રહ્યું છે ત્યારે બાયડ સહિત અરવલ્લી જિલ્લામાં સાતમા નવરાત્રિમાં ગરબા સ્થળોએ ઉમંગ ઉલ્લાસ સાથે ખેલૈયા ઓ ઉમટયા હતા બાયડમાં યોગેશ્વર સોસાયટી વિવેકાનંદ સોસાયટી સ્વામિનારાયણ સોસાયટી અંબે માતાના ચોકમાં તેમજ બાયડ ગામમાં મા આદ્યશક્તિની આરાધના કરીને ખેલૈયાઓ અને નાના-નાના ભૂલકાઓ ગરબે ઘૂમતા હતા વાતાવરણમાં ચારે બાજુ ગરબા ની ગુંજ સંભળાતી નવરાત્રી આયોજક મંડળો ખેલૈયાઓને આકર્ષવા લાણી આપતા નજરે પડ્યા હતા હતી ચારેબાજુ અલગ-અલગ ગરબાઓ ની ગુંજ સંભળાતી હતી જ્યારે બધી બાજુ માં અંબા માં ખેલૈયાઓ ભક્તિરસ માં રંગાયેલા નજરે પડ્યા હતા