નવરાત્રિ સમયે સોનું સસ્તું થયું ૨૭૪૦૪ રૂપિયે મળી રહ્યુ છે
મુંબઇ, સોનાની કિંમતોમાં ઉતાર-ચડાવ ચાલી રહ્યા છે. નવરાત્રિની ઠીક પહેલા સોનાની સાથે સાથે ચાંદીની કિંમતોમાં પણ ભારે ઘટાડો નોંધાયો છે. આ અઠવાડીયાના ત્રીજા દિવસ બુધવારે સોનું ફરી એક વાર સસ્તુ થયું છે. સોનાની કિંમતોમાં ૭૮ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ નબળાઈ જાેવા મળી છે.
તેમાં ૨૪ કેરેટવાળા સોનાના રેટ પ્રતિ ૧૦ ગ્રામ ૪૬૬૮૨ રૂપિયાથી ઘટીને ૪૬૬૦૪ રૂપિયા પર પહોંચી ગયા છે. જ્યારે ચાંદીનો ભાવ ૩૮૯ રૂપિયાના ઘટાડા સાથે ૬૦૫૧૬ રૂપિયા પ્રતિ કિલો પહોંચી ગયા છે.
૨૪ કેરેટ સોનાના ભાવમાં ૪૬૮૪૫ પર બંધ થયું હતું. તો વળી ચાંદીનો ભાવ વધીને ૬૦૫૮૪ રૂપિયા પ્રતિ કિલો પર જઈને બંધ થયું હતું.આવી રીતે સોનું સોમવારે પોતાના ઓલટાઈમ હાઈથી ૯૩૫૫ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ રૂપિયા સસ્તુ વેચાઈ રહ્યુ હતું. સોનાએ પોતાના ઓલટાઈમ હાઈ ઓગસ્ટ ૨૦૨૦માં બનાવ્યો હતો. તે સમયે સોનું ૫૬, ૨૦૦ રૂપિયા પ્રતિ દશ ગ્રામના સ્તર સુધી ચાલી ગયું હતું.
ગત દિવસોમાં ઘરેલૂ બજારમાં સોનુ ઘટીને ૪૫ હજાર રૂપિયા નીચે પહોંચી ગયું હતું. જ્યારે આ વર્ષે ૧ જાન્યુઆરીએ સોનું ૫૦,૩૦૦ રૂપિયા પર હતું. તો વળી ચાંદી પોતાના ઉચ્ચ સ્તરથી લગભગ ૧૯૩૯૬ રૂપિયા પ્રતિ કિલોના દરે સસ્તું મળી રહ્યું હતું. ચાંદીને અત્યાર સુધીના સૌથી ઉંચ્ચ ૭૯૯૮૦ રૂપિયા પ્રતિ કિલો છે.HS