નવરાત્રીથી દિવાળી પર્વનો સમય બજારનું ભાવિ નક્કી થશે
નવરાત્રીમાં આંશિક છૂટ પણ ધંધામાં પ્રાણ પૂરશેઃ દિવાળીમાં ખોટી ખરીદી નહીં કરે પણ બાળકો માટેનો લોકો જરૂરિયાત પ્રમાણએ ખરીદી કરશે જ
(પ્રતિનિધિ)અમદાવાદ, ભારતનું બજાર હંમેશા અનિશ્ચિતતાઓથી ભરેલું જાેવા મળ્યું છે. ગમે ત્યારે મંદીમાંથી તેજી પકડી લે. ઉદારણ તરીકે ક્રિકેટ મેચ રમાતી હોય અને પાકિસ્તાન સામે જીત મેળવી લઈએ. ત્યરે મોડી રાત સુધી ફટાકડા-ખાણી પીણી બજારો ધમધમી ઉઠે છે અને એક જ દિવસમાં દેશભરમાં કરોડો રૂપિયાનો વેપાર થઈ જાય છે. આપણે અગાઉ જાેયું છે અનલોક-૫ની શરૂઆત થઈ ગઈ છે તેમાં ધીમે ધીમે બધું પૂર્વતત થયું છે. વાતાવરણ સુધરી રહ્યું છે. જુલાઈમાં જે પરિસ્થિતિ હતી તેમાં સપ્ટેમ્બરમાં સુધારો થયો હતો. ઓક્ટોબર તેનાથી સારી રીતે ચાલી રહ્યો છે
જાે આ ગતિથી નોકરી-ધંધા પાણી ચાલુ રહ્યા તો દિવાળી પછી ધીમે ધીમે ગાડી પાટા પર ચઢી જશે. સામાન્ય રીતે ભારતીય બજાર એકવખત “બુસ્ટ” થાય પછઈ તેમાં સતત તેજી જાેવા મળતી હોય છે. નવરાત્રીથી તેની શરૂઆત થતાં જાેવા મળે છે. નવરાત્રીમાં લોકો ગમે તે કહે. પણ ખાણીપીણી બજારમાં તેજી જાેવા મળશે. તે નક્કી મનાય છે. તેવી જ રીતે જાે શેરી ગરબાને મંજૂરી અપાશે તો બીજા અનેક પ્રકારના સાઈડ ધંધાને માર્ગ મળશે. નવરાત્રીમાં રાજ્ય સરકાર આંશિક પ્રકારની છૂટછાટ આપવાના વિચારમાં છે અને જાે આમ થશે તો માર્કેટમાં ઘરાકી ખુલી જશે તેવી પૂરેપૂરી શક્યતા છે.
દેશનો મધ્યમ વર્ગ અને ઉચ્ચ મધ્યમ વર્ગ બે-ચાર મહિનાના લોકડાઉનમાં રસ્તા પર નથી આવી ગયો. હવે, તેના ખર્ચાઓમાં કેટલેક અંશે કરકસર જાેવા મળી રહી છે. આમેય ગુજરાતની પ્રજા કરકસરમાં માને છે પણ કંજુસાઈમાં નહિં. અમુક તહેવાર તો પ્રજા ઉજવશે. અને તેની પાછળ ખર્ચ પણ કરશે. કદાચ મોટી એકાદ-બે જાેડ કપડા ઓછા ખરીદશે પણ બાળકોના ફટાકડા, કપડા અને મીઠાઈ પોતપોતાની હેસિયત પ્રમાણએ ખરીદશે. તેથી જ નવરાત્રીથી દિવાળી પર્વ વેપારીઓનું ભાવિ નક્કી કરનારો રહેશે.