નવરાત્રીમાં ગુજરાતમાં કોરોનાના નવા કેટલા કેસો સામે આવ્યા, વાંચો
ગાંધીનગર, ગુજરાતમાં આજે ૧૮ નવા કોરોનાના કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ ૧૭ દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ ૮,૧૫,૮૭૨ નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. તો બીજી તરફ રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર ૯૮.૭૬ ટકાએ પહોંચ્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે.
રાજ્યમાં ૮,૫૮,૦૨૯ રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. હાલ રાજ્યમાં કુલ ૧૮૩ એક્ટિવ કેસ છે. જે પૈકી ૦૫ વેન્ટીલેટર પર છે. ૧૭૮ નાગરિકો સ્ટેબલ છે. ૮,૧૫,૮૭૨ નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. અત્યાર સુધીમાં ૧૦૦૮૬ નાગરિકોના કોરોનાને કારણે મોત થઇ ચુક્યા છે.
જાે કે રાહતના સમાચાર કહી શકાય કે આજે કોરોનાને કારણે એક પણ નાગરિકનું મોત થઇ ચુક્યું નથી. અમદાવાદ કોર્પોરેશનમાં ૬, સુરત કોર્પોરેશન ૪, વલસાડ ૪, સુરત૨ અને વડોદરા કોર્પોરેશનમાં ૨ કેસ નોંધાયા છે. બીજી તરફ રસીકરણની વાત કરીએ તો રાજ્યમાં હેલ્થ કેર વર્કર અને ફ્રન્ટલાઇ વર્કર પૈકી ૪૦ ડોઝ અને ૧૧૩૭૪ ને રસીનો બીજાે ડોઝ અપાઇ ચુક્યો છે.
૪૫ વર્ષથી વધારેની ઉંમરના ૭૪૫૫૫ નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે ૧૯૦૨૨૯ નાગરિકોને રસીનો બીજાે ડોઝ અપાઇ ચુક્યો છે. ૧૮-૪૫ વર્ષના નાગરિકો પૈકી ૨,૩૦,૪૬૪ અને ૩,૫૧,૩૬૭ નાગરિકોને રસીનો બીજાે ડોઝ અપાયો છે. અત્યાર સુધીમાં કુલ ૬,૫૦,૨૬,૩૧૮ રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.