નવરાત્રીમાં યુવતીઓમાં વધી રહેલો ટેટુનો ક્રેઝ
અમદાવાદ, નવલા નોરતાનું આગમન થવાનુ છે ત્યારે ખૈલેયાઓમાં અનેરો ઉત્સાહ જાવા મળી રહયો છે ટ્રેડીશનલ ડ્રેસ ઉપરાંત ટેટુ ચિતરાવવાનો અનેરો ટ્રેન્ડ શરૂ થયો છે. અમદાવાદના લો ગાર્ડન તથા એસ.જી.હાઈવે પર કર્ણાવતી ક્લબની સામે ટ્રેડીશનલ ડ્રેસ અને ઘરેણાં, કડા તેમજ કચ્છી ભરત ભરેલી વસ્તુઓ લેવા માટે મહિલાઓ પડાપડી કરી રહી છે.
તસ્વીરમાં બોડકદેવ વિસ્તારમાં આવેલા એક ટેટુ સેન્ટરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પના ટેટૂ ચિતરાવતી યુવતિઓ નજરે પડે છે. મહીલાઓની જેમ પુરુષો પણ પીઠ પર ટેટુ ચીતરાવી રહ્યા છે. (તસ્વીરઃ- જયેશ મોદી)