નવરાત્રી દરમ્યાન અમિત શાહ બહુચરાજી માતાના દર્શનાર્થે આવશે
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : માતાજીમાં અતૂટ શ્રદ્ધા ધરાવતા, બહુચરાજી માતાના ભક્ત એવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નવરાત્રી દરમ્યાન ગુજરાત આવશે. તથા બહુચર માતાજીના મંદિરે પરિવાર સાથે જશે. ગુજરાત સાથે જેમનો નાતો છે એવા ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદ આવી સહપરિવાર સાથે બહુચરાજી માતાજીના મંદિરે દર્શનાર્થે જશે. અને શ્રદ્ધા તથા ભક્તિથી સહપરિવાર સાથે માતાજીની આરતી ઉતારશે તેમ જાણવા મળે છે. અમિત શાહ બહુચરાજી માતાના મંદિરે દર્શનાર્થેે આવી રહ્યા છે.
તે સમાચારથી બહુચરાજી તથા આજેબાજુના વિસ્તારોના લોકો અમિત શાહનું ભવ્ય સ્વાગત કરવા થનગની રહ્યા છે. ગૃહમંત્રી બન્યા બાદ તથા કાશ્મીરમાંથી ૩૭૦ની કલમ દૂર કરાયા બાદ ‘બહુચરાજીની આ પ્રથમ યાત્રા છે. બહુચરાજી મંદિરના ટ્રસ્ટીના જણાવ્યા અનુસાર અમિત શાહના આગમનના સમાચારથી ભાવિકો પણ તેમને આવકારવાની તૈયારીમાં પડીગયા છે.