નવરાત્રી પર્વમાં દારૂની રેલમછેલ કરવા બુટલેગરો અધીરા બન્યા

ટ્રકના ગુપ્ત ખાના માંથી ૧૦.૫૭ લાખનો દારૂ પકડતી શામળાજી પોલીસ
ભિલોડા, અરવલ્લી જીલ્લાની આંતરરાજ્ય સરહદો પર થી મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ગુજરાત રાજ્યમાં ઠાલવવામાં આવી રહ્યો છે.બુટલેગરો વિદેશી દારૂની માંગને પહોંચી વળવા નિતનવા નુસ્ખા અપનાવી રહ્યા છે નવરાત્રી પર્વમાં દારૂની ખપતને પહોંચી વળવા બુટલેગરો અધીરા બન્યા છે
બીજી બાજુ જીલ્લા પોલીસતંત્ર બુટલેગરોના કીમિયા નિષ્ફળ બનાવી રહી છે.શામળાજી પોલીસે હોટલ આગળ પાર્ક કરેલી ટ્રક માંથી ૧૦.૫૭ લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
શામળાજી પી.એસ.આઇ આશીષ પટેલ અને તેમની ટીમે સઘન પેટ્રોલીંગ હાથ ધરતાં રતનપુર ચેક પોસ્ટ પરથી વિદેશી દારૂ ભરેલી ટ્રક પસાર થઇ હોટલ આગળ ઉભી રહી હોવાની બાતમી મળતા બાતમી આધારીત ટ્રક શોધી ટ્રકમાં બનાવેલ ગુપ્ત ખાનામાંથી વિદેશી દારૂની પેટી નંગ-૨૪૫ કીં.રૂ.૧૦૫૭૨૦૦/- નો જથ્થો જપ્ત કરી લીધો હતો
જો કે ટ્રક ચાલક મળી આવ્યો ન હતો શામળાજી પોલીસે દારૂ અને ટ્રક મળી કુલ.રૂ.૧૮.૫૭ લાખનો મુદ્દામાલ જપ્ત ટ્રક ચાલક વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જીત હરેશભાઈ ત્રિવેદી,ભિલોડા