નવસારીથી બોટાદ જવા નીકળેલ એક પ્રજ્ઞાચક્ષુ ચાર બાળકો સાથે બે દિવસે ભરૂચ પહોંચ્યો
ભરૂચ પોલીસ શ્રમિકો માટે દેવદૂત બની ભોજન સહિતની વ્યવસ્થાઓ સાથે વતન પહોચાડવા મદદ કરી.
ભરૂચ, લોકડાઉન ના કારણે બેરોજગાર બનેલા શ્રમિકો પોતાના વતન જવા માટે પગપાળા જવા નીકળતા આજરોજ ભરૂચ ઝાડેશ્વર ચોકડી નજીક આવી પહોંચતા નજીક માં ફરજ બજાવતી પોલીસ શ્રમિકો માટે દેવદૂત રૂપી ઉપસી આવતા પ્રજ્ઞાચક્ષુ ચાર બાળકો સાથે આવી પહોંચેલા લોકો ને ભોજન સહીત ની વ્યવસ્થાઓ કરી તેઓએ ના વતન રવાના કરતા શ્રમિકોના ચહેરા ઉપર રોનક જોવા મળી હતી.ત્યારે પોલીસ માં માનવતાના દર્શન થઈ રહ્યા છે.
કોરોના વાયરસ ની મહામારી એ લોકડાઉન ના કારણે બેરોજગાર બનેલા શ્રમિકો ની હાલત કફોડી બની છે.ત્યારે દક્ષિણ ગુજરાત ના વિવિધ જિલ્લાઓ માં રોજગારી અર્થે સ્થાયી થયેલા શ્રમિકો ની હાલત સૌથી વધુ કફોડી બની છે.ત્યારે ત્રીજા તબક્કા ના લોકડાઉન ના શ્રમિકો પોતાના વતન જવા ઈચ્છતા હોય તે જઈ શકે છે તેવું સરકાર દ્વારા જાહેર કરવામાં આવતા વિવિધ જિલ્લાઓ માં રોજગારી અર્થે સ્થાયી થયેલા બેરોજગારો શ્રમિકો પોતાના વતન જવા માટે ડોટ મૂકી રહ્યા છે.
ત્યારે કેટલાક બેરોજગાર બનેલા શ્રમિકો પાસે પોતાના વતન જવા માટે ટ્રેન ભાડું પણ ન હોય ત્યારે આજેપણ કેટલાક શ્રમિકો પગપાળા પોતાના વતન તરફ મજબુર બન્યા છે.ત્યારે નવસારી થી બોટાદ જવા નીકળેલ એક પ્રજ્ઞાચક્ષુ ચાર બાળકો સાથે બે દિવસે ભરૂચ પહોંચ્યો હતો.ત્યાં ઝાડેશ્વર ચોકડી નજીક ફરજ બજાવતા સી ડિવિઝન પોલીસ મથક ના પી.આઈ સહીત ના કાફલો પ્રજ્ઞાચક્ષુ પરિવાર ની વ્હારે આવ્યું હતું અને તોઓ ને ભોજન સહીત ની વ્યવસ્થાઓ કરી તેઓ ના વતન તરફ રવાના કર્યા હતા.