નવસારીમાં ધોધમાર વરસાદ: ઠંડીનું જોર વધશે
અમદાવાદ, પાકિસ્તાનમાં સક્રિય થયેલાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી અમદાવાદ સહિત રાજ્યના મોટા ભાગના શહેરોના લઘુતમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જેના કારણે રાજ્યનાં મહત્ત્મ શહેરોના તાપમાન વધી રહ્યું છે. અમદાવાદનું પણ લધુત્તમ તાપમાન એક જ દિવસમાં ૬ ડિગ્રી વધી ગયું છે. જેના કારણે શહેરમાં ગરમી અને ઠંડીમાં અનુભવાઇ રહ્યો છે.
રાજ્યમાં હજી આગામી ત્રણ દિવસ ઠંડી ઘટશે. જે બાદ ઠંડી વધવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી ચાર દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતના તાપી, વલસાડ, નર્મદા અને ડાંગ જેવા વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડશે. નવસારીનાં વાંસદા તાલુકાના વાતાવરણમાં પલટો આવ્યો છે. વાંસદા તાલુકાના કાવડેજ ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.
ધોધમાર વરસાદ પડતા રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો હતો. ઠંડીમાં માવઠાને કારણે નાગલી, ડાંગર, સહિત શાકભાજીને નુકસાન થવાની ભીતિ સર્જાઇ છે.
હવામાન વિભાગ દ્વારા અહીં હજી આગામી બે દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. સવારથી જિલ્લાના વાદળછાયું વાતાવરણ હતું. વાદળછાયા વાતાવરણ વચ્ચે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. જિલ્લામાં સવારથી જ તમામ તાલુકાઓમાં વાદળછાયું વાતાવરણ છવાયું હતું.
અગાઉથી જ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી હતી. આથી હવામાન વિભાગની આગાહી પ્રમાણે જ જિલ્લામાં સવારથી વાદળછાયું વાતાવરણ છવાયું હતું. સાંજના સમયે ધરમપુરના અંતરિયાળ વિસ્તારોમાં છૂટો છવાયો કમોસમી વરસાદ વરસ્યો હતો.
કમોસમી વરસાદ અને વાતાવરણમાં પલટાને કારણે ખેતીના શાકભાજી સહિતના પાકોને નુકસાનની ભીતીને કારણે ખેડૂતોમાં ચિંતા નો માહોલ છવાયો હતો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી રાજ્યના મોટા ભાગના શહેરોના તાપમાનમાં છેલ્લા ત્રણેક દિવસથી તાપમાનમાં વધારો નોંધાયો છે. સોમવારે સમગ્ર રાજ્યમાં ૧૧ ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડું શહેર બન્યું હતુ.
આ ઉપરાંત અન્ય તમામ શહેરોમાં ઠંડીનો પારો ૧૩થી ૨૩ ડિગ્રી વચ્ચે પહોંચ્યો હતો. જેથી ઠંડીમાં ઘટાડો થયો હતો અને ગરમીમાં વધારો થયો હતો. બંગાળની ખાડી કે અરબી સમુદ્રમાં કોઈપણ સિસ્ટમ સક્રિય થાય તેની અસર ગુજરાતના વાતાવરણ ઉપર જાેવા મળે છે.
અરબી સમુદ્રમાંથી આવતા ભેજને કારણે પણ ગુજરાતના દરિયા કિનારાના તાપમાનમાં ફરક પડતો હોય છે તો સાથે જ બંગાળની ખાડીમાં પણ સિસ્ટમ સર્જાય ત્યારે ગુજરાતના વાતાવરણમાં પલટો આવે છે.SS1MS