નવસારીમાં ફર્નિચર બનાવતી કંપનીમાં આગ લાગી
ભારે પવનના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતુ ચીખલી, ગણદેવી, બીલીમોરા, નવસારીના ફાયર વિભાગની મદદ લેવામાં આવી
નવસારી, હજુ રાજકોટની આગના પડઘા શાંત થયા નથી ત્યારે હવે નવસારી જિલ્લાના ચીખલીના આલીપોર ગામે આગ લાગવાની ઘટના બની છે. એબી હાઇસ્કૂલની પાછળના વિસ્તારમાં આવેલી મયૂરા નામની ફર્નિચર બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે.
આગની ઘટના બની ત્યારે ભારે પવનના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતુ. ચીખલી, ગણદેવી, બીલીમોરા, નવસારીના ફાયર વિભાગની મદદ લેવામાં આવી છે. આગ દરમિયાન તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે, મયુર ફર્નિચરના માલિકોએ વીજપોલની અડોઅડ સેડ બનાવ્યો હતો.
૨ જેટલી ઇલેક્ટિÙક ડીપી સહીત ૫થી વધુ વીજ પોલ સાથે સેડનું બાંધકામ કરવામાં આવ્યું હતુ. ગ્રામ પંચાયત, ડ્ઢય્ફઝ્રન્ સહિતના વહીવટી તંત્રની લાલિયાવાડી સામે આવી છે. હવે આગ લાગવાનું કારણ શું છે તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.
આ આગમાં કોઈ વ્યક્તિને ઘાયલ થવાની કે ગુમ થવાની ઘટના બની છે કે કેમ તે અંગે પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી છે. ફાયર બ્રિગેડ સહિત પોલીસનો કાફલો પણ આગની માહિતી મળતા ઘટના સ્થળ પર પહોંચ્યો છે. હવે આ મામલે પોલીસ સહિતની ટીમો દ્વારા વધુ તપાસ બાદ આગ લાગવાની હકીકત શું છે તે બહાર આવશે.