નવસારી જિલ્લામાં સરકારી જમીન પરના ગેરકાયદેસર ઝીંગા ફાર્મના દબાણને દૂર કરવામાં આવ્યા છે : કૌશિકભાઈ પટેલ

મહેસુલ મંત્રી શ્રી કૌશિકભાઈ પટેલે જણાવ્યું છે કે, નવસારી જિલ્લામાં સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરી ઝીંગા ફાર્મ ઉભા કરવામાં આવ્યા છે તે દબાણો દૂર કરવામાં આવ્યા છે. તાપી અને નવસારી જિલ્લામાં સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરી ઝીંગા ફાર્મ સંદર્ભે પ્રશ્નના જવાબમાં મંત્રીશ્રીએ જણાવ્યું કે ઝીંગા ફાર્મિંગ મોટી રોજગારી ઉભી કરતું અને વિદેશી હૂંડિયામણ આપતું ક્ષેત્ર હોય રાજ્ય સરકારે નીતિ બનાવી છે અને આ નીતિ અનુસાર જમીન ફાળવવામાં આવે છે.
ઝીંગા ફાર્મ માટે મંત્રીશ્રીએ જણાવ્યું કે, આ માટે વ્યક્તિગત, સ્વસહાય જૂથ, સહકારી મંડળીઓ તેમજ રાજ્ય સરકારના નિગમો અને ખાનગી કંપનીઓને નીતિ અનુસાર જમીન ફાળવવામાં આવે છે. મંત્રીશ્રીએ જણાવ્યું કે, વ્યક્તિગત અરજી માટે પાંચ હેક્ટર માટે ૩૫ ટકા સહાય, સ્વ સહાય જૂથ માટે ૧૦ હેકટર માટે ૧૦ ટકા, સહકારી મંડળીઓને ૫૦ એક્ટર માટે ૨૦ ટકા અને રાજ્ય સરકારના નિગમો અને ખાનગી કંપનીઓને ૧૦૦ હેકટર જમીન માટે ૩૫ ટકા સહાય આપવામાં આવે છે. આ માટે મત્સ્ય ઉદ્યોગ કમિશનર લાયકાતના ધોરણ અનુસાર કાર્યવાહી કરે છે