નવસારી જિલ્લા કલેકટર અને ડિસ્ટ્રીક્ટ મેજીસ્ટ્રેટે સરાહનીય કામગીરી- ભિક્ષુકોની શોધી આશ્રયસ્થાન સુધી પહોંચાડતું તંત્ર
નવસારી, સમગ્ર વિશ્વને કોરોનાના કહેરનું ગ્રહણ લાગ્યુ છે. તેવા સમયે ગુજરાતના નવસારી જિલ્લા કલેકટર અને ડિસ્ટ્રીક્ટ મેજીસ્ટ્રેટે સરાહનીય કામગીરી કરી હતી.
જિલ્લાના વિવિધ સ્થળો ઉપર આકસ્મિક મુલાકાત લેતા એક ભિક્ષુક વ્યક્તિ ઘર વિહોણી હાલતમાં મળી આવી તેમને લક્ષ્મી ટોકીઝની બાજુમા આશ્રયસ્થાન ખાતે પહોંચાડવામાં આવ્યા. જો આવા કોઇ ભિક્ષુક આપની જાણમાં આવે તો તેમને આશ્રયસ્થાન સુધી પહોંચાડવા માટે નં.1077 OR 02637 259401 પર સંપર્ક કરવા જણાવ્યુ હતું. નવસારી અને તેની આસપાસના વિસ્તારોમાં ગરીબો અને જીવન જરૂરી ચીજ વસ્તુઓ ઉપલબ્ધ થઈ શકે તે માટે નવસારી જીલ્લા કલેકટર કચેરી દ્વારા તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે.