Western Times News

Gujarati News

નવાઝુદ્દીનની પત્ની બંને બાળકો સાથે મુંબઈ પાછી આવી

મુંબઈ, એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકીની પત્ની આલિયા અને બંને બાળકો દુબઈમાં વસવાટ કરી રહ્યા છે તેવા અહેવાલો થોડા સમય પહેલા હતા. પરંતુ હવે માહિતી મળી છે કે, આલિયા દીકરા અને દીકરી સાથે મુંબઈ પરત આવી ગઈ છે. હાલ તેઓ મુંબઈના યારી રોડ પર આવેલા ભાડાના મકાનમાં રહે છે. હવે જાેવાનું એ રહેશે કે નવાઝુદ્દીન અને આલિયા દંપતી તરીકે ફરીથી એક છત નીચે રહેવાનું ક્યારે શરૂ કરે છે.

આલિયા પોતાના બંને બાળકો સાથે દુબઈમાં સેટલ થઈ ત્યારે ખૂબ ખુશ હતી. આ વાતને એક વર્ષથી પણ ઓછો સમય થયો છે. જાેકે, સમય જતાં આલિયાને સમજાયું કે તે અહીં ગોઠવાઈ નહીં શકે. ઉપરાંત બિઝી શૂટિંગ શિડ્યુલના કારણે નવાઝ માત્ર એક જ વાર દુબઈ પરિવારને મળવા જઈ શક્યો હતો.

અમારા સહયોગી ઈટાઈમ્સને સૂત્રો પાસેથી મળેલી જાણકારી અનુસાર, “ત્રણેય જણાં માટે દુબઈને પોતાનું ઘર બનાવવું સરળ નહોતું. તેઓ ભારતને ખૂબ યાદ કરતાં હતા. એટલે થોડા અઠવાડિયા પહેલા જ તેમણે ફરીથી મુંબઈમાં આવીને વસવાનો ર્નિણય કર્યો હતો.

દુબઈ છોડતાં પહેલા એક્સક્લુઝિવ વાતચીતમાં આલિયાએ કહ્યું હતું, “નવાઝ અને મારા બાળકો ઓનલાઈન અભ્યાસથી ખુશ નહોતા અને તેઓ ક્લાસરૂમમાં બેસીને ભણવાનું મિસ કરતાં હતા. નજીકના ભવિષ્યમાં તે ભારતમાં સંભવ નથી લાગતું. મારા બાળકોની બોડીલેંગ્વેજ પણ બદલાઈ ગઈ છે.

વર્ગખંડમાં બેસીને જે પ્રકારનું શિક્ષણ મળે છે તેવું ઓનલાઈનમાં મળતું નથી. ભારત પાછા આવવાની વ્યવસ્થા અંગે આલિયાએ કહ્યું, “મારી ભત્રીજી અહીં રહે છે. અહીં ખૂબ સારી કેરટેકર પણ છે. જાે હું ભારત આવું અને મારે કામ અર્થે કે નવાઝને મળવા જવાનું થાય તો પણ કોઈ સમસ્યા નહીં ઊભી થાય. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે નવાઝુદ્દીન અને પત્ની આલિયા વચ્ચેનો વિખવાદ સામે આવ્યો હતો. આલિયાએ નવાઝના પરિવાર અને તેના પર ગંભીર આક્ષેપ કર્યા હતા. જાેકે, થોડા મહિનાઓ બાદ તેણે સમાધાન કરી લીધું હતું.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.