Western Times News

Gujarati News

નવાદા : ફુલવારિયા ડેમમાંથી મહિલા અને ત્રણ બાળકોના મૃતદેહ મળ્યા

નવાદા: બિહારના નવાદા જિલ્લાના રજૌલી પોલીસ સ્ટેશનના હલ્દિયા વિસ્તારમાં આવેલા ફુલવારિયા ડેમમાંથી સવારમાં ચાર મૃતદેહ મળી આવતા આ વિસ્તારમાં સનસનાટી મચી ગઈ હતી. આ મૃતદેહોમાં એક મહિલા, એક છોકરો અને બે છોકરીઓના મૃતદેહ છે. રાજૌલી ઇન્સ્પેક્ટર દરબારી ચૌધરી આની માહિતી મળતા તોઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. પોલીસે તપાસ કરી મૃતદેહોને કબ્જે કરી પોસ્ટમોર્ટમ માટે મોકલી હતી.

હલ્દિયાના ફુલવરિયા ડેમમાંથી બહાર કાઢેેલા મૃતદેહોને લઇને જણાવવામાં આવી રહ્યું છે કે, આસપાસના ગ્રામજનો ડેમ તરફ ગયા હતા. ત્યારે તેની નજર ડેમના કિનારે પડેલા ચાર મૃતદેહો પર પડી હતી. જ્યારે જાણવા મળ્યું કે, ડેમના કિનારા પર મહિલા અને બાળકોના મૃતદેહો છે.

ત્યારે સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઇ ગઈ હતી. ગામલોકોનું ટોળુ પણ ત્યાં એકત્રિત થયું હતું. પરંતુ મૃતકોની ઓળખ થઇ શકી ન હતી. ત્યારબાદ આની માહિતી તાત્કાલિક રાજૌલી પોલીસ સ્ટેશનનેે આપવામાં આવી હતી.’ફુલવારિયા ડેમમાંથી મહિલા અને ત્રણ બાળકોના મૃતદેહ મળ્યાફુલવારિયા ડેમમાંથી મહિલા અને ત્રણ બાળકોના મૃતદેહ મળ્યામૃતદેહોના શરીર પર ઘાના નિશાન જાેવા મળ્યાપોલીસ સાથે ઘટના સ્થળ પર સીઓ અનિલ કુમાર પણ પહોંચ્યા હતા.

જે બાદ મૃતદેહને ડેમમાંથી કાઢવામાં આવ્યો હતો. પોલીસે ચારેય મૃતદેહોનેે રાજૌલી પોલીસ મથકમાં લઈ ગઈ હતી. જ્યાંથી તેને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. મૃતકોને ઓળખવાની પણ કોશિશ કરવામાં આવી રહી છે. લોકો અનુમાન લગાવી રહ્યા છે કે, બધા મૃતદેહ એક જ પરિવારના છે. આ જ પ્રાથમ અનુમાન લગાવવામાં આવે છે. જાણવા મળ્યું છે કે, ચારેના મૃતદેહોના શરીર પર ઘાના નિશાન જાેવા મળ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.