નવાનાના ગામેથી જ્યોતિ સ્કૂલ ખેડબ્રહ્મા બસ શરૂ થતા પંથકમાં આનંદ છવાયો
ખેડબ્રહ્મા તાલુકાના નવાનાના ગામ થી જ્યોતિ હાઇસ્કુલ ખેડબ્રહ્મા એસટી બસ ચાલુ થતા તે પંથકના ગામડાઓમાં આનંદની લાગણી છવાઇ છે.
ખેડબ્રહ્મા તાલુકાના ૧૦ કિમી દૂર આવેલ નવાનાના, વાલરણ અને પરોયા જેવા ગામો ના બાળકોને ખેડબ્રહ્મા અભ્યાસ અર્થે આવવા માટે બસની કોઈ સુવિધા ન હોઈ બાળકો તથા વાલીઓ રોજ મુશ્કેલીમાં હતા ત્યારે જ્યોતી હાઈસ્કૂલ ખેડબ્રહ્માના આચાર્ય શ્રી સુરેશભાઈ પટેલ સાહેબે એસટી ડેપો મેનેજર શ્રી હાર્દિકભાઈ સગરને વિનંતી કરતા તેમણે બાળકોના હિતમાં નિર્ણય લઈ તાત્કાલિક નવાનાના ગામેથી ખેડબ્રહ્મા જ્યોતી હાઉસ્કૂલ સુધી બસ ચાલુ થતા આજરોજ તારીખ 6-8-21 ના રોજ નવાનાના ગામે સવારે 9:30 કલાકે આવતા ગામલોકો માં ખુશીનું મોજુ ફરી વળ્યુ હતુ તથા ઉમળકાભેર તેમણે બસનું સ્વાગત કરી બાળકોને કુમકુમ તિલક કરી બસમાં બેસાડયા હતા અને આ બસ સ્કૂલ માં આવતા આચાર્યશ્રી સુરેશભાઈ પટેલ તથા સ્ટાફના સર્વેએ બસને કુમકુમ તિલક કરી વધાવી હતી અને ડેપો મેનેજર શ્રી હાર્દિકભાઈ આભાર માન્યો હતો.