નવાબોભા પ્રાથમિક શાળાનો શાસ્ત્રોક્ત પ્રવેશોત્સવ યોજાયો
(પ્રતિનિધિ) સેવાલીયા, ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના વાઘજીપૂર પે સેન્ટરમાં આવેલી નવાબોભા પ્રાથમિક શાળાનો શાસ્ત્રોક્ત પ્રવેશોત્સવ યોજાયો. આ વર્ષે સરકારના પ્રવેશોત્સવની ઉજવણી ન થઈ ત્યારે અમે કપડવંજ સ્થિત ગાયત્રી પરિવારના સભ્યોને અમારી શાળામાં આમંત્રિત કરી સંપૂર્ણ હિંદુ સંસ્કૃતિ પ્રમાણેના શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે ધોરણ -૧ ના વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ આપ્યો હતો.
આ ગાયત્રી પરિવારના સભ્યોને આગમન સાથે શાળાનું વાતાવરણ જાણે મંગલમય બની ગયું હતું. એમની શાસ્ત્રોક્ત મંત્રોચ્ચારથી સભામાં તેમજ શાળામાં દિવ્યતા વ્યાપી ગઈ હતી. દરેક વિદ્યાર્થીને પેન આપી તેમાં મંત્રોચ્ચાર સહ ઓમ લખવામાં આવ્યો હતો.
ગાયત્રી દેવી અને માં સરસ્વતીના સંસ્કૃત મંત્રોચ્ચારથી એક ઋષિ આશ્રમની પરિકલ્પના અહીં સજીવન થઈ હતી. દરેક વિદ્યાર્થીને ગાયત્રી માતા અને સરસ્વતીની વ્યક્તિગત પૂજા કરી એમના ગુરુઓના આશીર્વાદ લેવા માટે લાભ આપવામાં આવ્યો હતો. જ્યારે કોઈ સ્થળ પર સુંદરતા, ભવ્યતા, દિવ્યતા ઉતરી આવે છે ત્યારે એ સ્થળ તીર્થ બની જાય છે. ગાયત્રી પરિવારના સભ્યોએ ખરેખર અમારી શાળાને શાસ્ત્રોક્ત વિધિથી એક તીર્થની દિવ્યતા બક્ષી હતી. ગાયત્રી પરિવાર જશુભાઈ પ્રજાપતિ સાહેબ અને એમની ટિમ ના આ નિઃસ્વાર્થ અને સંસ્કાર સિંચનના આ યજ્ઞને ખરેખર અમારો શાળા પરિવાર દંડવત કરે છે.*