નવાબોભા પ્રાથમિક શાળામાં એકબાળ, એક ઝાડના સ્લોગન સાથે પ્રકૃતિલક્ષી કામગીરી કરવામાં આવી
(પ્રતિનિધિ) સેવાલિયા, ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાની નવાબોભા પ્રાથમિક શાળામાં વધુ એક પ્રયત્ન કરવામાં આવ્યો હતો, શાળાના તમામ બાળકોને નાનપણથી જ વૃક્ષો પ્રત્યેની લાગણીમા વધારો થાય અને વૃક્ષારોપણનુ મહત્વ સમજે અને સાથે સાથે પર્યાવરણનુ પણ જતન થાય તે હેતુસર શાળાના તમામ બાળકોને એક એક ફળ છોડ જેમ કે જાંબુ, દાડમ, આંબો, સીતાફર જેવા છોડ પોતાના ઘરે રોપવા માટે આપવામાં આવ્યા હતા.
અને તે બાળક ને ૩ વર્ષ, કે ૫ વર્ષ પછી તે ઝાડ તેમ ને ફળ આપશે તેની ઉપયોગ અને તેનું મહત્વનો સમજ આપી છોડનું જતન કેવી રીતે કરવું તેનો ખ્યાલ આપી દરેક બાળક ને એક એક ફળ છોડ આપી તેને મોટું કરવાની જવાબદારી સોંપી હતી.
હાલ ચોમાસાની ઋતુમાં વાતાવરણ. ભેજમય હોય છે. અત્યારે રોપવામાં આવેલ છોડની બહુ વધારે માવજત કરવી પડતી નથી. અને જમીનમાં રહેલ ભેજના કારણે આ છોડનો વિકાસ ઝડપથી થાય છે. જેને લઈને શાળા દ્વારા બાળકોને એક બાળ,એક ફળ ઝાડના સ્લોગન સાથે એક એક ફળવાળા ઝાડના રોપા આપવામાં આવ્યા હતા.