નવાબ મલિકના ભાઈ કપ્તાન મલિકને ઈડીનું સમન્સ
મુંબઈ, દાઉદ ઈબ્રાહિમના મની લોન્ડરિંગના કેસમાં મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિકની મુશ્કેલીઓ વધી રહી છે.
ઈડી દ્વારા નવાબ મલિક સામે કાર્યવાહી કરવામાં આવ્યા બાદ હવે તેમના પરિવારના સભ્યો પર પણ સકંજાે કસવામાં આવી રહ્યો છે.ઈડી દ્વારા આ મામલામાં નવાબ મલિકના ભાઈ કપ્તાન મલિકને પણ સમન્સ મોકલ્યુ છે.
ઉલ્લેખનીય છે કે,નવાબ મલિકને ૩ માર્ચ સુધી ઈડીની અટકાયતમાં રાખવામાં આવ્યા છે.નવાબ મલિકની ધરપકડ બાદ હવે ભાજપ દ્વારા ઉધ્ધવ ઠાકરે સરકાર પર નવાબ મલિકનુ રાજીનામુ લેવા માટે દબાણ થઈ રહ્યુ છે. ભાજપનો આરોપ છે કે, અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ સાથે જાેડાયેલી જમીનની ડીલમાં નવાબ મલિક સંકળાયેલા છે.
ઈડીને જાણકારી મળી છે કે, નવાબ મલિક અને દાઉદના સાગરિતો વચ્ચે લેવડ દેવડ થઈ હતી.આ મામલો જમીનની ખરીદીને લગતો છે.ગઈકાલે ઈડી દ્વારા વહેલી સવારથી નવાબ મલિકની પૂછપરછ શરુ કરાઈ હતી અને એ પછી ઈડીએ તેમની સાંજે ધરપકડ કરી હતી.SSS