નવાબ મલિકની વધી શકે છે મુશ્કેલી, ઈડીએ રજિસ્ટ્રાર પાસેથી માગી મિલકતની વિગત
મુંબઇ, મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિકની મુશ્કેલીઓ વધી શકે છે. આ કેસની તપાસ કરતી એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ નવાબ મલિકના પરિવારના નામે નોંધાયેલી તમામ મિલકતોના દસ્તાવેજાે માગ્યા છે.તમને જણાવી દઈએ કે, આ પત્રમાં ઈડ્ઢએ નવાબ મલિક, તેની પત્ની મેહજબીન અને પુત્ર ફરાઝ મલિકના નામે નોંધાયેલી તમામ સંપત્તિના દસ્તાવેજાે આપવા માંગ કરી છે.
ઉલ્લેખનીય છે કે, ઈડ્ઢએ પહેલા મલિક પરિવાર પાસેથી આ તમામ દસ્તાવેજાે માંગ્યા હતા, પરંતુ ત્યાંથી તે ન મળતા હવે ઈડીએ રજિસ્ટ્રાર પાસેથી માહિતી માંગી છે.
મુંબઈની વિશેષ અદાલતના આદેશ અનુસાર, મહારાષ્ટ્ર સરકારના મંત્રી અને એનસીપીના વરિષ્ઠ નેતા નવાબ મલિક ૪ એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં છે. મલિકની મની લોન્ડરિંગની તપાસના સંબંધમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ૨૩ ફેબ્રુઆરીએ ધરપકડ કરવામાં આવી હતી.આ ઉપરાંચ ભાગેડુ ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમ અને તેના સાથીદારોની પણ આ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા મલિક ૭ માર્ચ સુધી ઈડી કસ્ટડીમાં હતા અને બાદમાં તેમને ૨૧ માર્ચ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા.HS