નવાબ મલિકનો શાહરૂખને સધિયારો, ડરવાની જરૂર નથી
નવી દિલ્હી, મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિકે રાજ્યના પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડનવીસને વળતો જવાબ આપવ માટે આજે પત્રકાર પરિષદ યોજી હતી. આ દરમિયાન નવાબ મલિકે દેવેન્દ્ર ફડનવીસ પર વળતા આરોપ લગાવવાની સાથે સાથે શાહરુખખાન ખાનનુ નામ લીધા વગર ઉલ્લેખ કર્યો હતો.
મલિકે કહ્યુ હતુ કે, શાહરુખખાનના પુત્ર આર્યન ખાનને એક ષડયંત્રના ભાગરુપે ડ્રગ્સ કેસમાં ફસાવવામાં આવ્યો હતો અને શાહરુખને ડરાવવામાં આવી રહ્યો છે.
તેમણે આગળ કહ્યુ હતુ કે, પોતાના સંતાન માટે ખંડણી આપનાર ગુનેગાર નથી હોતો પણ તેમણે ડરવાની જરુર નથી.જાે તે ડરી ગયા તો આ શહેરમાં ખંડણી માંગવાનો ધંધો ચાલતો જ રહેશે. ઉલ્લેખનીય છે કે, આર્યન ખાનની ડ્રગ્સ કેસમાં થયેલી ધરપકડ બાદ નવાબ મલિકે સતત આક્ષેપો કરવાનુ ચાલુ રાખ્યુ છે અને હવે આ વિવાદમાં ભાજપના નેતા અને રાજ્યના પૂર્વ સીએમ ફડનવીસ પણ કુદી પડ્યા હોવાથી આક્ષેપો અને પ્રતિ આક્ષેપોનો દોર શરુ થઈ ગયો છે.SSS