નવા કપડા માટે ૫૦૦ રુપિયા ન આપતાં પુત્રએ માતાની હત્યા કરી
ઘોર કળયુગ: ક્રૂરતાનો વધુ એક કિસ્સો સામે આવ્યો
નવી દિલ્હી, આજકાલ ક્રૂરતાના અનેક કિસ્સાઓ બહાર આવી રહ્યાં છે. જાેકે નાના બાળકો અને યુવાઓમાં વધતા અનેક પ્રકારના દૂષણો અને ખોટી જીદની સાથે ધીરજ ખૂટતા હવે ક્રાઈમના ખોટા રસ્તે ચઢી રહ્યાં છે. માનવતાનો વધ કરતો આ પ્રકારનો એક કિસ્સો ઓરિસ્સામાંથી બહાર આવ્યો છે.
ઓરિસ્સાના કેઓંઝર જિલ્લામાં એક પુત્રએ માઆતાની હત્યા કરી દીધી છે. નાના એવા કારણસર પુત્રએ આ હત્યા કરી છે. માતાએ આ સગીર યુવકને કપડા લેવા માટે પૈસા ન આપવા બદલ ગુસ્સામાં હત્યા કરી નાખી.
શુક્રવારે પોલીસે આ કેસની જાણકારી આપતા જણાવ્યુ કે ગુરૂવારે નાયકોટે પોલીસ સ્ટેશન હેઠળના ઉપરાબરડા ગામમાં આ ઘટના બની હતી.
આરોપી ૧૦ વર્ષનો નાનો બાળક જ છે. આ બાળક એક સ્કુલ ડ્રોપર છે. તેની માતાને રાજાની ઉજવણીના પ્રસંગે નવા કપડાં ખરીદવા માટે ૫૦૦ રૂપિયા આપવા માંગણી કરી હતી. માતા મુગા સાંતાએ પુત્રને આ પૈસા આપવાની ના પાડી હતી. મુહાએ વારંવાર વિનંતી કરવા છતાં પૈસા આપવાનો ઇનકાર કરતા સગીરે માતા પર કુહાડીથી હુમલો કર્યો.
માતાનું ઘટનાસ્થળ પર જ મૃત્યુ થઇ ગયુ હતુ. સગીર યુવકે પોતાની માતાનું ગળું કાપવાનો પણ પ્રયાસ કર્યો હતો.
પોલીસે આ ઘટનાની માહિતી આપતા કહ્યુ કે, પાંચમા ધોરણમાં ભણતા છોકરાએ ગયા વર્ષે શાળાએ જવાનું બંધ કરી દીધું હતું. પાંચ વર્ષ પહેલાં તેના પિતાનું અવસાન થયું હતું.
નાયકોટ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી કેસ નોંધ્યો હતો.આ ઘટનાની તપાસ અને અન્ય તમામ પાસા ચકાસીને ૧૦ વર્ષના આ આરોપી બાળકને જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવશે.SS2KP