નવા કર્મીઓના નિવૃત્તિ ફંડમાં કેન્દ્ર સરકાર યોગદાન આપશે
નવી દિલ્હી, ઓછી આવક ધરાવતા લોકો માટે મોદી સરકારે એક ગિફ્ટ આપી છે. ‘આર્ત્મનિભર ભારત રોજગાર યોજના હેઠળ સરકારે કહ્યું છે કે ૧ ઓક્ટોબર ૨૦૨૦થી ૩૦ જૂન ૨૦૨૧ સુધી કંપનીઓ અને અન્ય એકમો દ્વારા નોકરી પર રાખવામાં આવેલા નવા કર્મચારીઓ માટે બે વર્ષ સુધી રિટાયરમેન્ટ ફંડમાં અંશદાન આપશે. સરકાર તરફથી આ ફંડ કર્મચારી અને નિયોક્તા તરફથી થશે. તેનો અર્થ એ છે કે નિયત અવધિની વચ્ચે ઓછી સેલરી પર નવી નિયુક્તિ પર સરકાર હવે કર્મચારીના ૧૨ ટકા અને નિયોક્તાના ૧૨ ટકા ભવિષ્ય નિધિ કોષનું ભારણ તેઓ ઉઠાવશે. બુધવારે જ સરકારે કેબિનેટ બેઠકમાં આર્ત્મનિભર ભારત રોજગાર યોજનાને મંજૂરી આપી છે. કેન્દ્ર સરકાર આ યોજના પર ૨૨,૮૧૦ કરોડ રૂપિયા ખર્ચ કરશે.
બીજી તરફ યોજનાથી ૫૮ લાખથી વધુ કર્મચારીઓને ફાયદો મળશે. સરકારના આ ર્નિણયથી દર મહિને ૧૫,૦૦૦ રૂપિયા કે તેનાથી ઓછી સેલરી મેળવનારા કર્મચારીઓને ફાયદો થશે. તેના દાયરામાં માત્ર એ જ કર્મચારી હશે જે ૧ ઓક્ટોબર ૨૦૨૦ પહેલા કોઈ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન સાથે સંબંધિત સંસ્થાનમાં નોકરી નહોતા કરતા અને તેમની પસો યૂનિવર્સલ એકાઉન્ટ નંબર નથી. આ ઉપરાંત આ લોકોને પણ આ યોજનાનો લાભ મળશે જેમની પસો યુએએન એકાઉન્ટ છે અને ૧૫,૦૦૦ રૂપિયાથી ઓછી માસિક સેલરી છે, પરંતુ ૧ માર્ચ ૨૦૨૦થી ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૦ની વચ્ચે કોવિડ-૧૯ મહામારીના સમયમાં નોકરી જતી રહી હોય અને ત્યારબાદ ઈપીએફઆઈ સાથે જાેડાયેલી કોઈ સંસ્થાનમાં નોકરી ન કરી હોય.
સરકારે એવું પણ કહ્યું છે કે ૧૦૦૦ લોકો સુધી નવા રોજગાર આપનારી કંપનીઓના બંને હિસ્સાના ખર્ચ તે પોતે ઉઠાવશે. જ્યારે ૧૦૦૦થી વધુ લોકોને નવો રોજગાર આપનારી કંપનીઓને દરેક કર્મચારીના ૧૨ ટકા યોગદાનનું ભારણ બે વર્ષ સુધી ઉઠાવશે. લોકડાઉન દરમિયાન લાખો લોકોએ ગુમાવી હતી નોકરી- કોવિડ-૧૯ દરમિયાન લાગુ કરવામાં આવેલા લૉકડાઉનના કારણે તમામ સેક્ટર્સમાં ગતિવિધિઓ ઠપ થઈ ગઈ હતી. તેના કારણે લાખો લોકોને પોતાની નોકરી ગુમાવવાનો વારો આવ્યો હતો. દેશમાં બેરોજગારીએ તમામ રેકોર્ડ તોડી દીધા હતા. વિપક્ષી પાર્ટીઓ પણ સરકાર પર રોજગારને લઈ નિશાન સાધી રહી હતી.SSS