નવા ટીવી શો સ્પાય બહુમાં કરીના કપૂર ખાન દેખાશે
મુંબઇ, દરેક લવસ્ટોરી યૂનિક હોય છે અને તેમાંથી કેટલીક અત્યંત રસપ્રદ, જકડી રાખતી અને વિવિધ વળાંકોથી ભરપૂર હોય છે. સ્પાય બહુ આવા જ થ્રીલિંગ રોમાન્સની વાર્તા છે. આ શોની જાહેરાત માટે બોલિવુડની ડિવા કરીના કપૂર ખાનથી વધુ બહેતર કોણ હોઈ શકે? સ્પાય બહુના લેટેસ્ટ પ્રોમોમાં કરીના નરેટર (વર્ણનકર્તા) તરીકે જાેવા મળશે.
શોની વાર્તાનો આછો-પાતળો અંદાજાે આપવાની સાથે કરીના પાત્રોના જીવનમાં પણ ડોકિયું કરાવશે. શોમાં સેજલના રોલમાં એક્ટ્રેસ સના સૈયદ અને યોહાનના પાત્રમાં સહેબાન અઝીમ જાેવા મળશે. સ્પાય બહુની અસામાન્ય લવસ્ટોરી સેજલ નામની જાસૂસ અને શકમંદ આતંકવાદી યોહાનની આસપાસ ફરે છે. તેમના જીવનમાં અણધાર્યો વળાંક આવે છે અને તેઓ એકબીજાના પ્રેમમાં પડે છે.
જાેકે, બંને એકબીજાની અસલિયતથી અજાણ હોય છે. સેજલ અને યોહાન પોતાના રહસ્યો છૂપાવીને રિસ્ક લેવા તૈયાર છે જે તેમના સંબંધને જાેડી કે તોડી શકે છે. આ શો અશ્વિની યારડીની વાઈનયાર્ડ ફિલ્મ્સ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવ્યો છે. શોમાં અયુબ ખાન, શોભા ખોટે, ભાવના બાલસવાર સહિતના કલાકારો પણ મહત્વની ભૂમિકામાં છે.
આ શો વિશે વાત કરતાં કરીના કપૂર ખાને કહ્યું, હું લવસ્ટોરીઝની ચાહક છું અને કોણ ના હોય? કેટલીક આનંદ આપનારી અને દિલ પીગળાવી નાખનારી હોય છે જ્યારે કેટલીક રહસ્યમયી અને ચિંતિત કરનારી હોય છે. નવી સીરિયલ સ્પાય બહુ આવી જ એક આકર્ષક લવસ્ટોરી છે. જેમાં જાસૂસ સેજલ અને શકમંદ આતંકવાદી યોહાન પ્રેમમાં પડે છે અને આ જ વાત મોહિત કરે છે.
દર્શકોને યોહાન અને સેજલની કેમેસ્ટ્રી પસંદ પડશે અને આ અદ્ભૂત શો જાેવાની મજા પડશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ સીરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેં માટે બોલિવુડ અભિનેત્રી રેખા અને એકતા કપૂરના શો કસૌટી જિંદગી કી ૨ માટે બોલિવુડનો બાદશાહ શાહરૂખ ખાન વાર્તા વર્ણન કરી ચૂક્યા છે. હવે કરીના કપૂર ખાનનું નામ પણ આ યાદીમાં જાેડાયું છે.SSS