Western Times News

Gujarati News

નવા ડિજિટલ હેલ્થ આઇડીના માધ્યમથી કોરોનાનું વેક્સિનેશન થશે

Files Photo

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લાલ કિલ્લાની પ્રાચીરથી એલાન કરવામાં આવ્યું હતું કે દેશના દરેક નાગરિકને નેશનલ ડિજિટલ હેલ્થ મિશન હેઠળ હેલ્થ કાર્ડ ઇસ્યૂ કરવામાં આવશે. હવે બે મહિના બાદ વડાપ્રધાને ફરી સંકેત આપ્યા છે કે ડિજિટલ હેલ્થ આઇડીનો ઉપયોગ વેક્સીનેશન સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવશે.

‘ગ્રાન્ડ ચેલેન્જિસ’ની વાર્ષિક બેઠકને સંબોધિત કરતાં પોતાના ઉદ્‌ઘાટન ભાષણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે કોવિડ સંક્રમણની વેક્સીન વિકસિત કરવાના મામલામાં અમે અગ્રિમ મોરચે છીએ અને તે પૈકી કેટલીક તો એડવાન્સ સ્ટેજ પર છે. પીએમ મોદીએ કહ્યું કે, દેશના અનુભવ અને પ્રતિભા શોધના હિસાબથી ભારત વૈશ્વિક સ્વાસ્થ્ય સેવાઓના કેન્દ્રમાં હશે અને ઈચ્છીએ છીએ કે તે બીજા દેશોની મદદ કરે.

તેઓએ યાદ અપાવ્યું કે વૈશ્વિક વેક્સીનેશન કાર્યક્રમોમાં ઉપયોગમાં લેનારી વેક્સીનનું ૬૦ ટકા ઉત્પાદન ભારતમાં થવાનું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભારત પહેલાથી જ એક વેલ એસ્ટાબ્લિસ્ડ વેક્સીન ડિલિવરી સિસ્ટમ પર કામ કરી રહ્યું છે અને ડિજિટલ હેલ્થ આઈડીની સાથે આ ડિજિટલ નેટવર્કનો ઉપયોગ અમારા નાગરિકોના વેક્સીનેશનને સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભારતના આકાર અને વિવિધતાએ હંમેશા વૈશ્વિક સમુદાયને ઉત્સુક કર્યા છે. અમારો દેશ સંયુક્ત રાજ્ય અમેરિકાની વસ્તીના આકારનો લગભગ ચાર ગણો છે.

અમારે અનેક રાજ્ય યૂરોપના અનેદક દેશોની બરાબર છે. ભારતમાં કોવિડ-૧૯ મૃત્યુ દર બહુ ઓછો છે. આજે અમે પ્રતિ દિવસ મામલાની સંખ્યા અને મામલાના વૃદ્ધિ દરમાં ઘટાડો જોઈ રહ્યા છીએ. ભારતમાં ૮૮ ટકાનો હાઇએસ્ટ રિકવરી રેટ છે. એવું એટલા માટે કારણ કે ભારતમાં જ્યારે ખૂબ જ ઓછા કેસ હતા

ત્યારે ફ્લેક્સીબલ લૉકડાઉનને અપનાવનારો પહેલા દેશ પૈકી ભારત એક હતો. ભારત માસ્કના ઉપયોગને પ્રોત્સાહીત કરનારા પહેલા દેશોમાં હતો. ભારતે કોન્ટેક્ટ ટ્રેસિંગ પર કામ કર્યું. ગત સ્વતંત્રતા દિવસના પોતાના ભાષણમાં વડાપ્રધાને ડિજિટલ કાર્ડનો ઉલ્લેખ કર્યો હતો. તેઓએ કહ્યું હતું કે પ્રત્યેક ભારતીયને હેલ્થ આઇડી આપવામાં આવશે. આ હેલ્થ આઇડી પ્રત્યેક ભારતીયના સ્વાસ્થ્ય ખાતાની જેમ કામ કરશે. આપના દરેક ટેસ્ટ, દરેક બીમારી આપ કયા ડૉક્ટરની પાસે, કઈ દવા લીધી હતો, તેનું શું નિદાન થયું હતું,

ક્યારે લીધી હતી, તેનો રિપોર્ટ શું હતો, આ તમામ જાણકારી આપના આ હેલ્થ આઇડીમાં સામેલ કરવામાં આવશે. ડૉક્ટરથી અપોઇન્ટમેન્ટ હોય કે પૈસા જમા કરાવવાના હોફ, હૉસ્પિટલમાં કેસ કઢાવવા માટેની દોડાદોડી હોય કે આવી તમામ તકલીફો નેશનલ ડિજિટલ હેલ્થ મિશનના માધ્યમથી અનેક તકલીફોથી મુક્તિ મળશે અને ઉત્તમ સ્વાસ્થ્ય માટે અમારો કોઈ પણ નાગરિક યોગ્ય ર્નિણય લઈ શકશે. આ વ્યવસ્થા ઊભી થવાની છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.