Western Times News

Gujarati News

નવા પશ્ચિમ ઝોનના તળાવોમાંથી ડ્રેનેજના ૮૦ જોડાણ દૂર કરવામાં આવ્યા

File Photo

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : શહેરના તળાવોમાં વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે ગટરના ગેરકાયદેસર જાડાણો દૂર કરવા માટે મ્યુનિ. ઈજનેરખાતાએ ખાસ ઝુંબેશ શરૂ કરી હતી. જે અંતર્ગત નવા પશ્ચિમઝોનના વિસ્તારોમાં લગભગ ૮૦ જેટલા ડ્રેનેજ જાડાણ દૂર કરવામાં આવ્યા છે. મ્યુનિ.હદમાં આ વિસ્તારોનો સમાવેશ થયો તે પહેલા ઔડા એ તળાવ લીંક કર્યા હતા.

જેનો વર્ષો સુધી કોઈ ઉપયોગ કરવામાં આવ્યો ન હતો. તેથી આ લીંક એક પ્રકારે ડ્રેનેજ લાઈન જ બની ગઈ હતી. ઔડાએ તળાવોના જાડાણ માટે જે લીંક તૈયાર કરી હતી તે પૈકી ત્રણ લીંકમાંથી ડ્રેનેજ જાડાણ લગભગ દૂર કરવામાં આવ્યા છે.

જયારે ચોથી લીંક ગાયબ થઈ ગઈ છે. જેને સીસીટીવી ની મદદથી શોધવા માટે પ્રયાસ કરવામાં આવશે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે વરસાદી પાણીથી તળાવો ભરવા માટે કરેલ સુચનના પગલે કોર્પોરેશનના ઉચ્ચ અધિકારી હરકતમાં આવ્યા હતા. તથા તળાવોમાં વર્ષોથી જાડાયેલ ડ્રેનેજના જાડાણો દૂર કરવા માટે ઈજનેર અધિકારીઓને આદેશ કર્યા હતા. નવા પશ્ચિમઝોનના વિસ્તારોમાં સૌથી વધુ તળાવો છે તથા ઔડાના સમયે તળાવ જાડાણ માટે જે લાઈનો નાંખવામાં આવી હતી.

તેવાં પણ ડ્રેનેજના જાડાણ થઈ ગયા હતા. નવા પશ્ચિમઝોન ઈજનેર વિભાગે ખોરજ,ત્રાગડ, જગતપુર, ચાંદલોડીયા, આર.સી. થઈ ગોતા-ગોધાવી કેનાલની લીંકવન, કાળી, રાણીણ, યહુડીથઈ ગોતા-ગોધાવી કેનાલ તરફ જતી લીંક-ર અને જગતપુર ગોતા, આર.સી.ની લીંક-ત્રણમાં થયેલ મોટાભાગના ડ્રેનેજ જાડાણ દૂર કર્યા છે.

જયારે આરએમએસ, વસ્ત્રાપુર , મેમનગર અને થલતેજ, આંબલી, મકરબાની લીંક હજી સુધી તંત્રને મળી નથી જેના પરીણામે લીંક ચારના ડ્રેનેજ જાડાણો દૂર થઈ શકયા નથી. નવા પશ્ચિમ ઝોન ઈજનેર વિભાગે ચાંદલોડીયા તળાવમાંથી ૧૪, યહુડી તળાવના ૦૬,ગોતા ગામ તળાવના ૦૬, સોલાગામ તળાવમાંથી ૦૪, વસ્ત્રાપુર તળાવના ૦પ, આર.એમ.એસ.તળાવના ૧૧, આંબલી તળાવમાંથી ૦૧, મહીલા તળાવના ૧પ, થલતેજ મલાવ તળાવમાંથી ૧૬,સરખેજ મકરબા તળાવના ૦૧ તથા રોપડા તળાવમાંથી ૦ર મળી કુલ ૮૧ જેટલા ડ્રેનેજ જાડાણ દૂર કર્યા છે. નવા પશ્ચિમઝોનના ર૪ તળાવો પૈકી ૧૩ તળાવોને ઈન્ટરલીંક કરવામાં આવ્યા છે.

નવા પશ્ચિમઝોનના ચાંદલોડીયા અને વ†ાપુર તળાવમાં થયેલ ડ્રેનેજ જાડાણો દૂર કરવા માટે સી.સી.ટી.વી. ની મદદ લેવામાં આવી હતી. તેવી જ રીતે થલતેજ, મહીલા તળાવ બોડકદેવ, આંબલીગામ તળાવ માટે પણ સી.સી.ટી.વી.ની માંગણી કરવામાં આવી છે. સુત્રોએ જણાવ્યા મુજબ મહીલા તળાવ ઈન્ટરલીંક છે. પરંતુ સ્ટ્રોમ વોટર લાઈન જ મળતી નથી તેથી સી.સી.ટી.વી.ની મદદ જરૂરી છે.

ભૂતકાળમાં નવા પશ્ચિમઝોનના તળાવોની ઈન્ટરલીંક લાઈનો તથા સ્ટ્રોમ વોટરમાં થયેલ ડ્રેનેજ જાડાણો દૂર કરવા માટે કોઈપણ અધિકારીએ તસ્દી લીધી ન હતી. માત્ર સ્ટ્રોમ લાઈનના વાલ્વ બંધ કરવામાં આવતા હતા. ચોમાસાની વરસાદી પાણીના નિકાલ માટે વાલ્વ ખોલવામાં આવતા હતા ત્યારે તેની સાથે ડ્રેનેજના ગંદા પાણી પણ તળાવમાં ઠલવાતા હતા.

તળાવોમાં પાણી ભરાવવાના કારણે ડ્રેનેજના ઈનસેટ ની ખબર પડતી ન હતી. જે તે સમયે આ તરફ ધ્યાન આપવામાં આવ્યુ ન હોવાથી સમસ્યા વકરી છે. તેમ છતાં ચાંદલોડીયા તળાવની સમસ્યાનો લગભગ ઉકેલ આવી ગયો છે. જયારે સોલાથી થલતેજ તળાવ સુધી ઈન્ટરલીંક હતી ગામના લોકો દ્વારા તળાવ પુરવામાં આવ્યુ હોવાથીલાઈન પણ બંધ થઈ ગઈ છે. તેથી સદ્દર લાઈનને સીમ્સ હોસ્પીટલ રેલવે લાઈન નીચેથી પુશીંગ કરીને થલતેજ તળાવ સાથે જાડાણ કરવા માટે આયોજન કરવામાં આવ્યું હોવાનું સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.