Western Times News

Gujarati News

નવા પ્રોજેક્ટ આધ્યાત્મિક ટુરિઝમ ઈન્ડસ્ટ્રીને નવી ઉર્જા આપશે: વડાપ્રધાન નરેન્દ્ર મોદી

નવીદિલ્હી, આજે પીએમ મોદીએ ગુજરાતની કરોડોની ભેટ આપી છે. તેમણે સોમનાથમાં ચાર વિકાસના કાર્યોનું રિમોટ દ્વારા લોકાર્પણ કર્યું છે. કાર્યક્રમમાં પ્રધાનમંત્રી મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વર્ચ્યુઅલી હાજરી આપી છે. સોમનાથ મંદિરમાં શાસ્ત્રોક્ત વિધિથી હાલ વિકાસકાર્યોનું લોકાર્પણ વિધિ ચાલી રહી છે.

જય સોમનાથથી સંબોધન શરૂ કરનાર પીએમ મોદીએ કહ્યું કે, હુ વચર્યુઅલી જાેડાયો છું, પણ મનથી હુ સ્વંયને સોમનાથના ચરણમાં અર્પણ કરુ છું. હુ ખુશ છું કે મને પુણ્ય કામની તક મળી છે. આજે આપણે આ પવિત્ર કામના સાક્ષી બન્યા છે. આજે મને સમુદ્ર દર્શન પથ, સોમનાથ પ્રદર્શન ગેલેરી અને જીર્ણોદ્વાર બાદ નવા સ્વરૂપમાં જૂના સોમનાથ મંદિરના લોકાર્પમનું સૌભાગ્ય મળ્યુ છે. આટલુ પુનિત સહયોગ અને સાથે શ્રાવણનો પવિત્ર મહિનો… આ તમામ માટે ભગવાન સોમનાથના આર્શીવાદની સિદ્ધી છે. લોહપુરુષ સરદાર પટેલના ચરણમાં નમન કરું છું, જેમણે ભારતના પ્રાચીન ગૌરવને જીવંત કર્યું. તેમણે મંદિરને સ્વતંત્ર ભારતના સ્વતંત્ર ભારત સાથે જાેડાયેલ માનતા હતા.

આઝાદીના ૭૫ માં વર્ષે આપણે તેમના પ્રયાસોને આગળ વધારીએ છીએ. સોમનાથને નવી ભવ્યતા આપી છે. લોકમાતા અહલ્યાબાઈ હોલકરને મારા પ્રણામ છે. જેમણે અનેક મંદિરોના જીર્ણોદ્વાર કરાવ્યા. પ્રાચીન અને આધુનિકતાનું સંગમ તેમણે કરાવ્યું. પર્યટન સાથે જ્યારે આધુનિકતા સાથે જાેડાય તો કેવા ચેન્જિસ આવે છે તે ગુજરાતે જાેયુ છે. સ્થાનિક બાબતોને વધુ મજબૂત કરવામાં આવે.

તેમણે કહ્યું કે, સોમનાથ સદીઓથી શિવની ભૂમિ રહી છે. જે કલ્યાણને જે સિદ્ધિને પ્રદાન કરે છે તે શિવ છે. શિવ વિનાશમાં પણ વિકાસનું બીજ અંકુરિત કરે છે. સંહારમાં સર્જનને જન્મ આપે છે. તેથી શિવ અવિનાશી છે. તે અવ્યક્ત છે. શિવ અનાદી છે. તેથી શિવને અનાદી યોગી કહેવાય છે. સોમનાથનું આ મંદિર આપણા આત્મવિશ્વાસનું પ્રેરણાસ્થળ છે. દુનિયામાં કોઈ આ ભવ્ય સંરચનાને જુઓ તો તેને માત્ર મંદિર નથી દેખાતુ, પણ તેને એવુ અસ્તિત્વ દેખાય છે જે હજારો વર્ષોથી પ્રેરણા આપે છે. આ એવુ સ્થળ છે, જેને હજારો વર્ષો પહેલા આપણા ઋષિઓએ પ્રકાશનું ક્ષેત્ર બતાવ્યું છે. જે આજે વિશ્વ સામે આહવાન કરે છે કે સત્યને અસત્ય સામે હરાવી શકાતુ નથી. આ મંદિરને સેંકડો વર્ષોના ઈતિહાસમાં અનેકવાર તોડાયું છે. મૂર્તિઓને ખંડિત કરાયું. તેનુ અસ્તિત્વ મટાવવાનો પ્રયાસ કરાયો. પરંતુ તેને જેટલીવાર પાડવામાં આવ્યું, તે એટલીવાર ઉભુ થયું. તેથી તે આજે માત્ર ભારત જ નહિ, પણ સમગ્ર વિશ્વનું વિશ્વાસ છે.

પીએમ મોદીએ જણાવ્યું કે, રાજેન્દ્ર પ્રસાદ સોમનાથ આવ્યા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે, સદીઓ પહેલા ભારત સોના-ચાંદીનો ભંડાર હતું. દુનિયાભરના સોનાનો હિસ્સો ભારતના મંદિરમાં હતા. પ્રથમ રાષ્ટ્રપતિનું આ સપનુ આપણા માટે મોટી પ્રેરણા છે. સૈૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો પ્રયાસ… આપણે ત્યાં જે જ્યોતિર્લિંગની સ્થાપના કરાઈ છે, તેની શરૂઆત સોમનાથથી થાય છે. ૧૨ જ્યોર્તિલિંગ સમગ્ર ભારતને જાેડવાનુ કામ કરે છે. તેવી જ રીતે ચારેય ધામ, શક્તિપીઠ, તીર્થધામ આપણી આસ્થા એક ભારત શ્રેષ્ઠ ભારત બતાવે છે. દુનિયા સદીઓથી આશ્ચર્યચકિત થતુ આવ્યુ છે કે વિવિધતાઓથી ભરેલુ ભારત એક કેવી રીતે છે.

આપણે એકબીજાની ભાષા નથી સમજતા, પણ આદતોથી બધા એક છે. આ બાબતે સદીઓથી ભારતને એકતાના સૂત્રને બાંધવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. આપણુ દાયિત્વ છે કે તેને સતત મજબૂત કરતા રહેવુ. દર્શન, સંસ્કૃતિ અને આધ્યાત્મ તરફ સૌ આકર્ષિત થઈ રહ્યા છે. નવી પેઢીમાં પણ આ મામલે જાગૃતતા આવી છે. તેથી જ આધ્યાત્મિક ટુરિઝમમાં અનેક શક્યતાઓ છે. તેથી જ પ્રાચીન ગૌરવને પુનજીવિત કરવામાં આવી રહ્યા છે. રામાયણ સર્કિટનું ઉદાહરણ આપણી સામે છે.

આપણા પૂર્વજાેને દીઘદ્રર્ષ્ટિ એટલી હતી કે, તેમણે દૂરના વિસ્તારોને પણ આસ્થા સાથે જાેડવાનો પ્રયાસ કર્યો. જ્યારે આપણી પાસે આધુનિક સુવિધાઓ આવે તો આપણે તેને દુર્ગમ સમજીને છોડી દીધા. આપણા પર્વતીયા વિસ્તારો તેનુ મોટુ ઉદાહરણ છે. પરંતુ હવે આપણે તેને પણ આવરી લીધા છે. શહેરોને જાેડવા માટે કનેક્ટિવિટી પર પણ કામ કરાઈ રહ્યુ છે. જેથી પર્યટક એક સ્થળેથી બીજા સ્થળે જઈ શકે. આ તમામ પ્રોજેક્ટ ટુરિઝમ ઈન્ડસ્ટ્રીને આગામી સમયમાં નવી ઉર્જા આપશે. ભારત ૨૦૧૩ માં ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ઈન્ડેક્સમાં ૬૩ માં સ્થાન પર હતું, તે ૨૦૧૯ માં ૩૪ માં સ્થાન પર આવી ગયુ છે. ટુરિઝમ સેન્ટરમાં હોસ્પિટાલિટી સેક્ટર સાથે જાેડવાથી અનેક ફાયદા થશે.

લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, સૌભાગ્ય છે કે સોમનાથ ટ્રસ્ટમાં પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સામેલ છે. તેમણે સોમનાથના વિકાસમાં નવી ગતિ આપી છે. આ વિકાસકાર્યોથી સોમનાથનું પ્રાચીન વૈભવ પરત મળ્યું છે. પ્રભાસ તીર્થને સુંદર બનાવવામાં પીએમ મોદીનો ભગીરથ પ્રયાસ રહ્યો છે. પ્રાચીન તીર્થની ગરિમા આજે આકાશ આંબી રહી છે. ગુજરાતના પ્રસિદ્ધ જ્યોતિલિંગ સોમનાથ મહાદેવના મંદિર ખાતે વિવિધ વિકાસકાર્યોનું પ્રધાનમંત્રી મોદી ના હસ્તે ઈ લોકાર્પણ કરાયું. પ્રધાનમંત્રી ૮૩ કરોડ રૂપિયાના જુદા જુદા પ્રોજેક્ટ્‌સનું ઉદ્‌ઘઘાટન અને ખાતમુહૂર્ત કરાયું છે. સોમનાથ મંદિરના રામમંદિર ઓડિટોરિયમમાં આ લોકાર્પણ કાર્યક્રમો યોજાયો હતો.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.