નવા બજેટમાં મહિસાગર જિલ્લામાં સિંચાઇ અને તળાવો ભરવા કરોડોની જાેગવાઈ કરાઈઃ શિક્ષણ મંત્રી
(તસ્વીરઃ બકોર પટેલ, મોડાસા) ગુજરાત વિધાનસભાના અંદાજપત્ર સત્રમાં તારીખઃ ૦૩/૦૩/૨૦૨૨ના રોજ રાજયના નાણાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ વર્ષ ૨૦૨૨-૨૩માં મહીસાગર જિલ્લા માટે નીચે મુજબની યોજનાઓની જાહેરાત કરેલ છે.
રાજ્યના શિક્ષણ રાજ્ય મંત્રી અને આ વિસ્તારના ધારાસભ્ય ડો.કુબેરભાઈ ડિડોર દ્વારા સરકારમાં કરેલાયેલી રજૂઆતો સંદર્ભે આ વિસ્તારમાં વધુમાં કડાણા નહેર આધારિત પાઈપ લાઈન દ્વારા કડાણા, સંતરામ પુર, અને લુણાવાડા તાલુકાના વિવિધ તળાવો રૂપિયા ૧૦.૦૦ કરોડના ખર્ચે ભરવાના કામો માટે પણ જાેગવાઈ કરવામા આવી છે.
જ્યારે કડાણા તાલુકાના જુદા જુદા ૧૧ ગામોના આશરે ૧૬૦૦ હેક્ટર વિસ્તારમાં રૂપિયા ૮૪.૦૦ કરોડની સિંચાઈ સુવિધા યોજના માટે ૨૫.૦૦ કરોડની જાેગવાઈ. સંતરામપુર(મહીસાગર) ખાતે નવી વિજ્ઞાન પ્રવાહની સરકારી કોલેજ શરૂ કરવાની જાહેરાત.આઝાદીના અમૃત મહોત્સવના ભાગ રૂપે વિવિધ નગરપાલીકાઓમાં ઓપન જિમ યુક્ત ગાર્ડન બનાવવા જાેગવાઈ કરાઈ છે જેમાં મહીસાગર જિલ્લાની નગરપાલીકાઓને પણ લાભ મળી શકશે.
મંત્રીશ્રીએ જણાવ્યું કે ધાર્મિક પરિસરમાં ધાર્મિક સ્થળોની સેવા-પૂજા કરનાર વ્યક્તિના પરિસરમાં આવેલ રહેઠાણના મકાનને મિલકત વેરામાંથી મુક્તિની જાહેરાત કરાઈ છે જેમાં મહીસાગર જિલ્લાને પણ લાભ મળી શકશે.મહીસાગર(લુણાવાડા) જિલ્લા ખાતે જિલ્લા કક્ષાના સ્પોર્ટ્સ સંકુલની જાેગવાઈ માટેની જાહેરાત થતા લોકોએ ફટાકડા ફોડી આતશબાજી કરીને આ તમામ જાેગવાઈઓને વધાવી લીધી હતી.*