Western Times News

Gujarati News

‘નવા ભારતના નિર્માણમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦’ વિષય પર યુનિવર્સિટીઓના કુલપતિઓની રાઉન્ડ ટેબલ ચર્ચા યોજાઈ

૮/૧/૨૦૨૧ના રોજ IQAC અને પંડિત મદનમોહન મલવીયામિશન, ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલય, ગાંધીનગર તથા ભારતીય શિક્ષણ મંડળ દ્વારા ‘નવા ભારતના નિર્માણમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦’ વિષય પર ગુજરાતની બધી યુનિવર્સિટીઓના કુલપતિઓની રાઉન્ડ ટેબલ ચર્ચા યોજાઈ.

જેમાં ભારતીય શિક્ષણ મંડળના રાષ્ટ્રીય સચિવશ્રી મુકુંદ કાનિટ્કર, મંડળના અધ્યક્ષ અને ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટીના કુલપતિ ડો. નવીનભાઈ શેઠ, કામધેનુ આયોગના અધ્યક્ષશ્રી વલ્લભભાઈ કથીરિયા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત હતા. આ ઉપરાંત ડો. જબાલી વોરા (કુલપતિ, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી), ડો. શિરીષ કુલકર્ણી(કુલપતિ, સરદાર પટેલ યુનિવર્સિટી), ડો. નીતિન પેથાણી(કુલપતિ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી), ડો. મહિપતસિંહ ચાવડા(કુલપતિ, મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી),

ડો. જયેન્દ્રસિંહ જાડેજા(કુલપતિ, ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટી), ડો. એમ.એચ.કેલાવાળા(કુલપતિ, કામધેનુ યુનિવર્સિટી), ડો. શ્રીવાસ્તવ(કુલપતિ, સાંકળચંદ યુનિવર્સિટી)) ડો. હર્ષદ પટેલ (કુલપતિ, આઇ.આઇ.ટી.ઈ) ડો. અર્જુનસિંહ રાણા(કુલપતિ, સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી), ડો. ચેતન ત્રિવેદી (કુલપતિ, નરસિંહ મહેતા યુનિવર્સિટી), ડો. મધુકર પાડવી(કુલપતિ, બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી),

ડો. હેમાલી દેસાઈ(કાર્યકારી કુલપતિ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી), ડો નિર્મલ શર્મા(પ્રોવોસ્ટ, મહાવીર યુનિવર્સિટી) જેવી ગુજરાતની મહત્વની યુનિવર્સિટીઓના કુલપતિશ્રીઓ હાજર રહ્યાં હતા.  આ કાર્યક્રમના આયોજક અને IQACના નિયામક પ્રોફ. અતનું મોહપાત્રાએ ભૂમિકા રજૂ કરી હતી. યુનિવર્સિટીના કુલસચિવશ્રી આલોક ગુપ્તએ ગુજરાતની ઈંટલેક્ચુંઅલ એસેટનું સ્વાગત કર્યું હતું.

અતિથિ વિશેષશ્રી નવીનભાઈ શેઠએ ભારતીય શિક્ષણ મંડળ વતી સૌનું સ્વાગત કર્યું હતું.  મુખ્ય અતિથિશ્રી વલ્લભ કથીરિયાએ ગુજરાતની બધી જ યુનિવર્સિટીઓમાં કામધેનુ ચેરની સ્થાપના કરવાની વાત કરી હતી.  અખિલ ભારતીય વનવાસી મંડળના અધ્યક્ષશ્રી રામચંદ્ર ખરાડીએ ભારતીય શિક્ષણ નીતિમાં આદિવાસી સમાજને અનુરૂપ અભ્યાસક્રમો થાય એ વાત પર ભાર મૂક્યો હતો.

આ ચર્ચાને ખુલ્લી મૂકતાં ભારતીય શિક્ષણ મંડળના રાષ્ટ્રીય સચિવશ્રી મુકુંદ કાનિટ્કરજી એ કેટલાક બિંદુઓ કુલપતિશ્રીઓ સામે મૂક્યા હતા. જેમ નવા ભારતના નિર્માણમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ લાગુ કરવા માટે કઈ બાબતો પર ધ્યાન આપવાનું છે. ‘વિધ્યાર્થીઓ, અધ્યાપકો કેવી રીતે આને સ્વીકારે એ સિવાય નવા અભ્યાસક્રમો તૈયાર કરવા, સંશોધન કેવી રીતે આગળ વધારવું?’ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.

તેમણે કહ્યું હતું કે ‘શિક્ષણનું માધ્યમ ભારતીય ભાષાઓ બને અને ભારતીય જ્ઞાન પરંપરા મજબૂત બને એ મહત્વનું છે.’ ત્યારબાદ ગુજરાતની જુદી જુદી યુનિવર્સિટીઓના કુલપતિઓએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020ના અમલને લઈને કેવી મુશકેલીઓ આવી શકે, એ માટે શું કરવું તેમજ કઈ બાબતોનું ધ્યાન રાખવું એ પર મુક્ત મને ચર્ચા કરી હતી.

કાર્યક્રમના અધ્યક્ષ અને ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલયના કુલપતિશ્રી રમા શંકર દુબેએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020ના ગુજરાતમાં અમલને લઈને જે કોઈ મદદ જોઈએ એ આપવા માટે ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલય તૈયાર હોવાનું જણાવ્યુ હતું. કાર્યક્રમની આભારવિધિ પ્રો. એચ.બી.પટેલે કરી હતી, તેમજ સંચાલન ભારતીય શીશન મંડળના પ્રાંત સંગઠન મંત્રીશ્રી જીતેન્દ્રસિંહ પરમારે કર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.