નવા મુખ્યમંત્રી હોટલ ઈન્ડસ્ટ્રીને ધમધમતી બનાવવા પ્રયાસ-ટુરીઝમને પ્રાધાન્ય આપે

પ્રતિકાત્મક
નવા મુખ્યમંત્રી ઈન્ડસ્ટ્રીના પ્રશ્નોનું નિવારણ લાવે, દરિયા સુધીના મેગાલાઈનનું કામ પૂર્ણ કરે
અમદાવાદ, નવા મુખ્યમંત્રી ગુજરાતનું સુકાન સંભાળી રહયા છે. ત્યારે જ જુદા જુદા ઉધોગો અને વેપાર-ધંધાના અગ્રણીઓ તેમની પાસેથી વિકાસની ગતિ જળવાઈ રહે તથા વધુ વેગવાન તેવી અપેક્ષા રાખી રહયા છે. કેમીકલ ઈન્ડસ્ટ્રી અને ચેમ્બરના હોદેદારો કેમીકલ ઈન્ડસ્ટ્રીને વેગ મળે તથા અમદાવાદથી દરિયા કિનારા સુધીની મેગાલાઈનનું કામ પુરું થાય તેવી આશા રાખે છે.
જયારે ટુરીઝમ ઈન્ડસ્ટ્રી અને હોટલ ઈન્ડસ્ટ્રી કોરોનામાં થયેલા નુકશાન સામે સરકાર તેમને વધુમાં વધુ સહયોગ રૂપ બને તેવી અપેક્ષા રાખી રહી છે.
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના સેક્રેટરી પથીક પટવારીએ જણાવ્યું હતું કે નવા મુખ્યમંત્રી પાસેથી ઈન્ડસ્ટ્રી વેપાર-ધંધા ઉધોગને વેગ મળે તેવી વ્યવસ્થા ઉભી થાય એમએસએમઈના પ્રશ્નોનો તાકીદ નિકાલ અને કેમીકલ ઈન્ડસ્ટ્રી માટે અમદાવાદથી દરિયાકિનારા સુધીની જે મેગા પાઈપલાઈન નું કામ છે તે વેગવંતુ બનાવવામાં આવે તે ઈન્ડસ્ટ્રી માટે જરૂરી છે.
ટીએએફઆઈ ગુજરાતના અગ્રણી મનીષ શર્માએ જણાવ્યું હતં કે ભૂપેન્દ્ર પટેલ જયારે અમદાવાદમાં સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન હતા ત્યારે અમદાવાદમાં ટુરીઝમનો વિકાસ થયો હતો તેવી જ રીતે રાજયમાં ટુરીઝમનો યોગ્ય વિકાસ થાય તેવી ટુરીઝમ ઈન્ડસ્ટ્રી તેમની પાસેથી અપેક્ષા રાખી રહી છે.
નવી હોટલ માટે સબસીડી સહીતની યોજનાઓ છે તેવી જ રીતે કોઈ જુની હોટલના રિનોવેશન અથવા તેમાં જુનું કંઈક કરવું હોય તો તેના માટે પણ સરકારનો સહયોગ મળી રહે વ્યવસ્થા ઉભી થાય તેમ હોટેલસીયર દિલીપ ઠકકરે જણાવ્યું હતું.
કેમીકલ્સ ગુજરાતના પ્રમુખ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે કેમીકલ ઈન્ડસ્ટ્રીજ નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અનુકુળ વાતાવરણ આપે તેમજ તેમના પ્રશ્નોનું તાકિદે નિરાકરણ થાય અને કેમીકલ ઈન્ડસ્ટ્રી માટે અમદાવાદથી દરિયાકિનારા માટેેની મેગા પાઈપલાઈનનું કામ સમયસર પુરું થાય તેવી અપેક્ષા રાખે છે.