નવા વર્ષના પહેલા દિવસે દુનિયામાં 3,71,500 બાળકોનો જન્મ, ભારત મોખરે
નવી દિલ્હી, આખી દુનિયામાં નવા વર્ષે 3,71,500 બાળકોનો જન્મ થયો છે અને આ લિસ્ટમાં ભારત મોખરે છે.આ પૈકીના 60000 બાળકો ભારતમાં જનમ્યા છે.
યુનાઈટેડ નેશન્સે જાણકારી આપપતા કહ્યુ હતુ કે, ફિજીમાં 2021ના પહેલા દિવસે દુનિયાના સૌથી પહેલા બાળકનો જન્મ થયો હતો.જ્યારે અમેરિકામાં સૌથી છેલ્લા બાળકનો જન્મ થયો હતો.
દુનિયામાં જે બાળકો નવા વર્ષે જન્મયા છે તેમાંથી અડધા બાળકો ભારત, ચીન, નાઈજીરિયા, પાકિસ્તાન, ઈન્ડોનેશિયા, ઈથોપિયા , અમેરિકા , ઈજિપ્ત , બાંગ્લાદેશમાં પેદા થયા છે.આ દેશોમાં જન્મેલા બાળકોના આકડા આ પ્રમાણે છે.
ભારત 59995
ચીન 35615
પાકિસ્તાન 14161
ઈન્ડોનેશિયા12336
ઈથિયોપિયા 12005
અમેરિકા 14161
બાંગ્લાદેશ 9236
ઈજિપ્ત 9455
કોંગો 8640
યુનિસેફના અનુમાન પ્રમાણે 2021ના વર્ષમાં કુલ મળીને 14 કરોડ બાળકોનો જન્મ થવાનો છે.જેમનુ સરેરાશ આયુષ્ય 84 વર્ષ રહેશે.નવા વર્ષમાં બાળકોને પારદર્શી, સુરક્ષિત અને સ્વાસ્થ્યકારી ભવિષ્ય આપવાની આપણી જવાબદારી છે.