નવા વર્ષે આ ફાઉન્ડેશને આપી ગરીબ બાળકોને મીઠાઈ
સ્મિત ફાઉન્ડેશન જીત પારેખ દ્વારા અમદાવાદ અને ગાંધીનગર ખાતે બાળકોને મીઠાઈ સાથે ફૂડ આપવામાં આવ્યું. નવા વર્ષની નાના બાળકો કાગડોળે રાહ જોતા હોય છે.
બાળકોને નવા કપડા પહેરવા મળશે, ફરવા મળશે, ઘરે મહેમાન આવશે. અનેક રીતે બાળકોમાં તહેવારનો ઉમંગ જોવા મળતો હોય છે. ત્યારે તેમને નવા વર્ષમાં અમારી ટીમ દ્વારા નવા વર્ષની નવીનતા સાથે ગાંધીનગર અને અમદાવાદના અનેક વિસ્તારમાં મીઠાઈ અને ફૂડ આપવામાં આવ્યું હતું.
સ્મિત ફાઉન્ડેશન તરફ થી નવા વર્ષની સ્મિત મીઠાઈ આપી. નવા વર્ષમાં બાળકો ઘણું અભ્યાસમાં આગળ વધે અને તેમની પ્રગતિ થાય તે માટે નવા વર્ષ થી જ બાળકોનું મોઢું મીઠું કરી સ્વાગત કર્યું હતું. અહિયાં ઉપસ્થિત મહેમાનો જીત પારેખ, આનંદ પારેખ, ડૉ. હર્ષ જોશી, કિંજલ ગોખલે, કેવલ પ્રજાપતિ વગેરે ઉપસ્થિત રહી બાળકોમાં નવાવર્ષના જોશમાં વધારો કર્યો હતો.