નવા શિખર પર શેર બજાર, સેન્સેક્સ 49000 નજીક તો નિફ્ટી 14,367 પોઇન્ટની ટોચ પર
નવી દિલ્હી, શેર બજાર બમ્પર તેજી બાદ આજે નવી ટોચ પર બંધ રહ્યું. જ્યારે સેન્સેક્સ પ્રથમ વખત 49000 નજીક પહોંચી ગયો, તો નિફ્ટી પણ 14,367 ની ટોચ પર પહોંચ્યો. સેન્સેક્સ આજે, 48,854ની સર્વાધિક સપાટીએ હતો. આજે શુક્રવારે બીએસઈનો 30 શેરોનો સંવેદનશીલ ઇન્ડેક્સ સેન્સેક્સ 689.19 પોઇન્ટના ઉછાળા સાથે 48,782.51નાં સ્તર પર બંધ રહ્યો. તો, નેશનલ સ્ટોક એક્સચેંજ પણ ફુલગુલાબી તેજી જોવા મળી અને નિફ્ટી 209.90 પોઇન્ટનાં ઉછાળા સાથે 14,347.25 ની સપાટીએ બંધ રહ્યો.
નિફ્ટી 50 હોય કે સ્મોલ કેપ, મિડ કેપ અથવા નિફ્ટી 500, બધા સૂચકાંકો લીલા નિશાન પર બંધ રહ્યા. તો બીજી બાજુ સેક્ટરલ ઇન્ડેક્સની વાત કરીએ તો નિફ્ટી મેટલ અને પીએસયુ બેંક સિવાય નિફ્ટી ઓટો, નિફ્ટી બેન્ક, ખાનગી બેંક, આઈટી ઈન્ડેક્સ, રિયાલિટી ઇન્ડેક્સ, ફાઇનાન્સિયલ સર્વિસિસ, ફાર્મા અને મીડિયા ઈન્ડેક્સમાં પણ તેજી જોવા મળી છે. ઓટો, મીડિયા અને આઇટીમાં 3 ટકાથી વધુની તેજી જોવા મળી.