નવા સચિવાલય ખાતે ૨૨મો સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો
૨૨ વર્ષથી રક્તદાન કેમ્પ થકી થેલિસિમિયાગ્રસ્ત બાળદર્દીઓની પડખે ઉભુ રહેતુ માર્ગ અને મકાન વિભાગ પરિવાર –૪૫૧ યુનિટ બ્લડ બોટલ એકત્ર કરાઇ
માર્ગ અને મકાન વિભાગ પરિવાર સચિવાલય દ્વારા નવા સચિવાલય ખાતે આજે રેડક્રોસ સોસાયટી, અમદાવાદના સહયોગથી સ્વૈચ્છિક રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. થેલિસિમિયાથી પીડિત બાળદર્દીઓને બ્લડ પહોંચાડવાના ઉમદા આશયથી છેલ્લા ૨૨ વર્ષથી માર્ગ અને મકાન વિભાગ પરિવાર દ્વારા દર વર્ષ આ સેવાયજ્ઞ અવિરત હાથ ધરવામાં આવી રહ્યો છે.
રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ દ્વારા પ્રોત્સાહિત કીટ આપીને રકતદાતાઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. રાજ્યમાં થેલિસિમિયાગ્રસ્ત બાળદર્દીઓને પુરતા પ્રાણમાં બ્લડ મળી રહે તે આશયથી છેલ્લા ૨૨ વર્ષથી માર્ગ અને મકાન પરિવાર વિભાગ પરિવાર સચિવાલયના અધિકારી-કર્મચારીઓ દ્વારા રકતદાન કેમ્પ યોજવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત આજે ૨૨મો સ્વૈચ્છિક રતદાન કેમ્પ નાયબ મુખ્યમંત્ર શ્રી નીતિનભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો. માર્ગ અને મકાન વિભાગના અધિકારી-કર્મચારીઓ ઉપરાંત સચિવાલયમાં અન્ય વિભાગોના કર્મયોગીઓએ પણ આ સ્વૈચ્છિ રકતદાન કેમ્પમાં ઉત્સાહપૂર્વક રકતદાન કરી થેલિસિમિયાગ્રસ્ત બાળદર્દીઓની સેવાના આ યજ્ઞમાં પોતાનું યોગદાન ઉમેર્યું હતું.
ગાંધીનગરના રકતદાતા નિવૃત્ત ઉપસચિવ શ્રી શશીકાન્તભાઇ મોઢાએ ૧૪૦મું રકતદાન કર્યું હતું. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી શ્રી પટેલે તેમનું વિશેષ સન્માન કરી આ સેવા કરવા બદલ અભિનંદન પાડવ્યા હતા. માર્ગ અને મકાન વિભાગના સચિવ શ્રી એસ.બી.વસાવા તથા ઉપસચિવ શ્રી વિનોદભાઇ જોષી સહિતના અધિકારીઓએ કેમ્પનું આયોજન કરી ૪૫૧ યુનિટ બ્લડની બોટલ એકત્ર કરી હતી.