Western Times News

Gujarati News

નવા સોફટવેરથી GST વિભાગ મોબાઈલ પર જ માલની હેરફેર જાેઈ શકશે

જીએસટી અધિકારી ઈ-વે બિલ ટ્રેક કરી બોગસ વ્યવહાર ઝડપી પાડશે

અમદાવાદ, તાજેતરમાં જીએસટી ડિપાર્ટમેન્ટમાં અધિકારીઓએ ઈવે બિલ ટ્રેકીગ સીસ્ટમનું સોફટવેર અપાયું છે. જેમાં અધિકારીઓ પોતાના મોબાઈલમાં ઈ-વે બિલ દ્વારા મોકલેલા માલનું લાઈવ ટ્રેકીગ જાેઈ શકશે.

જેના દ્વારા ખોટા ઈ-વે બિલને ઝડપી શકાશે. ટ્રેકીગ સીસ્ટમથી વાહનની ગતીવીધી ઉપર પણ અધિકારીઓ નજર રાખશે. જેથી વાહનો ખોટા રૂટ પર ગયા હશે તો તેની પણ જાણકારી અધિકારીઓની મળી જશે.

જીએસટી ડીપાર્ટમેન્ટે ઈ-વે બિલ અને વાહન ટ્રેકીગનું સોફટવેર આપી દેવાયું છે. જેનાથી હવે ઈ-વે બિલ ઉપરથી ડીપાર્ટમેન્ટ ટ્રેકીગ કરી શકશે. કે વાહન કયા રૂટ પરથી પસાર થાય છે. આમ આને લઈને જાે વાહન દ્વારા સપ્લાય કરવા માટે ખોટા રૂટનો ઉપયોગ કરવામાં આવે તો તેવા કિસ્સામાં ફિલ્ડ ઓફીસર ચેક પોસ્ટના અધિકારી ઈવે બિલની નંબરનાખીને તેને ચેક કરી શકશે. વાહન ઈ-વે બીલ કેટલા સમયમાં બનાવાયું છે.

અને વાહન બીજા રૂટ પર ગયું છે કે કેમ તેની જાણકારી મેળવી શકશે. ટ્રાન્સપોર્ટરો ખોટી રી ઈ-વે બીલ બનાવીને જીએસટી ચોરી કરવાનો પ્રયાસ કરશે તો આ સોફટવેરથી ઝડપાઈ જશે. જયાંથી માલ લીધો અને જયાં માલની ડિલીવરી કરી તેની તમામ વિગત જીએસટી અધિકારી પોતાના મોબાઈલમાં જાેઈ શકશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.