નવા હોમ બાયર્સ માટે હોમ લોનના દરો ૭.૯ ટકા રહેશે
લોન પર વ્યાજદરમાં હવે એસબીઆઈ દ્વારા ઘટાડો
નવીદિલ્હી, દેશની સૌથી મોટી સરકારી બેંક ભારતીય સ્ટેટ બેંકે (State Bank of India) પોતાની લોન સસ્તી કરી દીધી છે. બેંકે એક્સ્ટર્નલ બેંચમાર્ક રેટ (EBR)માં ૨૫ બેઝિક પોઇન્ટનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. આની સાથે એક્સ્ટર્નલ બેંચમાર્ક રેટ હવે ૮.૦૫ ટકાથી ઘટીને ૭.૮૦ ટકા થઇ ગયો છે. એસબીઆઈ પ્રથમ એવી બેંક બની છે જે બેંકે ડિસેમ્બર મહિનામાં RBI દ્વારા નાણાંકીય નીતિ સમીક્ષા જારી કરવામાં આવ્યા બાદ એક્સ્ટર્નલ બેંચમાર્ક રેટમાં ઘટાડો કર્યો છે. એસબીઆઈએ યાદીમાં કહ્યું છે કે, ઇબીઆરમાં સુધારવામાં આવેલા દર પહેલી જાન્યુઆરી ૨૦૨૦થી લાગૂ કરવામાં આવશે. નવા આવાસ ખરીદવા માટે ઇચ્છુક રહેલા લોકો માટે હોમલોનના (Home Loan Rate will be 7.9%) દર શરૂઆતમાં ૭.૯ ટકા રહેશે જે પહેલા ૮.૧૫ ટકા હતો.
આ વર્ષે હજુ સુધી એસબીઆઈએ એમસીએલઆરમાં ૦.૬૫ ટકાનો ઘટાડો કર્યો છે. ભારતીય રિઝર્વ બેંકે હોમ લોન ઉપર વ્યાજદર નક્કી કરવા માટે બેંકોને એપ્રિલ ૨૦૧૯થી એક્સ્ટર્નલ બેંચમાર્કના ઉપયોગના આદેશ કર્યા હતા. આ પહેલા બેંક હોમ લોન ઉપર વ્યાજદર નક્કી કરવા માટે એક ઇન્ટરનલ બેંચમાર્ક (માર્જિનલ કોસ્ટ ઓફ રેજિંગ ફંડ)નો ઉપયોગ કરતા હતા. બેંક પોલિસી રેપોરેટ, ૯૧ ડે ટ્રેઝરી બિલ યીલ્ડ અથવા ૧૮૨ ડે ટ્રેઝરી બિલ યીલ્ડ અથવા ફાઈનાÂન્સયલ બેંચમાર્ક ઇÂન્ડયા દ્વારા કોઇપણ પ્રકારના બેંચમાર્કના ઉપયોગમાં તે આવી શકે છે.
નવા વ્યાજદરથી થનાર ફાયદાની વાત કરવામાં આવે તો ૫૦ લાખ રૂપિયા સુધીની લોનની રકમ જા ૨૦ વર્ષ માટેની થાય તો નવો વ્યાજદર ૭.૯ ટકાનો રહેશે જે હાલમાં ૮. ૧૫ ટકાનો રહેશે. જ્યારે ૭૫ લાખ રૂપિયાની રકમ લોનની રહે તો ૨૦ વર્ષ માટે નવો દર ૭.૯ ટકાનો રહે છે.