Western Times News

Gujarati News

નવા DRL હેડલેમ્પ સાથે TVS અપાચે RTR 160 4V લોન્ચ

TVS મોટર કંપનીએ ટીવીએસ સ્માર્ટએક્સકનેક્ટ, DRL સાથે હેડલેમ્પ અને થ્રી રાઇડ મોડ સાથે એડવાન્સ TVS અપાચે RTR 160 4V મોટરસાયકલની સીરિઝ પ્રસ્તુત કરી

TVS અપાચે RTR 160 4V મોટરસાયકલ સીરિઝના તમામ વેરિઅન્ટ સંપૂર્ણપણે નવી ડીઆરએલ હેડલેમ્પ એસેમ્બલી અને થ્રી રાઇડ મોડમાં આવશે

TVS અપાચે RTR 160 4V:

–           ડીઆરએલ સાથે નવા હેડલેમ્પ

–           થ્રી રાઇડ મોડ

–           રેડિયલ ટાયર

–           ગીઅર શિફ્ટ ઇન્ડિકેટર

–           ટોપ વેરિઅન્ટમાં ટીવીએસસ્માર્ટએક્સકનેક્ટTM

TVS અપાચે RTR 160 4V સ્પેશ્યલ એડિશન:

–           મેટ્ટ બ્લેક કલર. રેડ એલોય વ્હીલ્સ અને નવી સીટ પેટર્ન

–           એડજસ્ટેબલ ક્લચ અને બ્રેક લીવર્સ

–           ડીઆરએલ સાથે નવા હેડલેમ્પ

–           થ્રી રાઇડ મોડ

–           ટીવીએસસ્માર્ટએક્સકનેક્ટTM

–           રેડિયલ ટાયર

–           ગીઅર શિફ્ટ ઇન્ડિકેટર

હોસુર, દુનિયામાં ટૂ-વ્હીલર્સ અને થ્રી-વ્હીલર્સની પ્રતિષ્ઠિત ઉત્પાદક ટીવીએસ મોટર કંપનીએ આજે મોટરસાયકલની TVS અપાચે RTR 160 4V સીરિઝની એડવાન્સ રેન્જની જાહેરાત કરી હતી, જે નવી હેડલેમ્પ એસેમ્બલી અને સિગ્નેચર ડેટાઇમ રનિંગ લેમ્પ (ડીઆરએલ) તથા થ્રી રાઇડ મોડ સાથે સજ્જ છે.

TVS-Apache-RTR-160-4V-Special-Edition

કંપનીએ TVS અપાચે RTR 160 4V સ્પેશ્યલ એડિશન પણ પ્રસ્તુત કરી છે, જે સેગમેન્ટમાં પ્રથમ ફીચર્સ સાથે સજ્જ છે, જેમાં એડજસ્ટેબ્લ ક્લચ અને બ્રેક લીવર્સ, રેડ એલોય વ્હીલ્સ સાથે એક્સક્લૂઝિવ મેટ્ટ બ્લેક કલર અને નવા હેડલેમ્પ સાથે સીટની નવી પેટર્ન સામેલ છે.

TVS અપાચે RTR 160 4V અને TVS અપાચે RTR 160 4V સ્પેશ્યલ એડિશન હવે ત્રણ રાઇડ મોડ – અર્બન, સ્પોર્ટ અને રેઇન મોડ, ગીઅર શિફ્ટ ઇન્ડિકેટર અને રેડિયલ રિયર ટાયર સાથે ઉપલબ્ધ થશે. અપાચે RTR 160 4Vનું ટોપ-એન્ડ વેરિઅન્ટ TVS સ્માર્ટએક્સકનેક્ટTM સાથે સજ્જ હશે.

TVS અપાચે RTR 160 4V મોટરસાયકલની સીરિઝ નવી હેડલેમ્પ એસેમ્બલી સાથે ફિટ છે, જેમાં ગ્લો માટે સિગ્નેચર ડીઆરએલ છે, જેણે ફ્રન્ટ પોઝિશન લેમ્પ (એફપીએલ) માટે એના બદલાયેલા અભિગમને પ્રસ્તુત કર્યો છે, જે એકસાથે લૉ અને હાઈ બીમ સાથે કામ કરે છે.

આ લોંચ પર ટીવીએસ મોટર કંપનીના પ્રીમિયમ મોટરસાયકલ્સ (માર્કેટિંગ)ના હેડ શ્રી મેઘશ્યામ દિઘોલે કહ્યું હતું કે, “TVS અપાચે RTR 160 4V મોટરસાયકલની સીરિઝે હંમેશા અમારા ગ્રાહકોની વધતી આકાંક્ષાઓ પૂર્ણ કરી છે, જે માટે રેસિંગપ્રેમીઓને અદ્યતન ટેકનોલોજી પ્રદાન કરી છે.

રેસિંગમાં ચાર દાયકાના અનુભવ સાથે અમને TVS અપાચે RTR 160 4V મોટરસાયકલની સીરિઝ પ્રસ્તુત કરવાની ખુશી છે, જે એના ક્લાસમાં સેગમેન્ટમાં પ્રથમ વિવિધ ખાસિયતો ઓફર કરે છે. અમે TVS અપાચે RTR 160 4V સ્પેશ્યલ એડિશન રજૂ કરીને પણ ખુશ છીએ, જે TVS અપાચેસીરિઝ પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં પૂરક છે, જેનાથી ટીવીએસ મોટર કંપનીના પ્રીમિયમ ટૂ-વ્હીલરની ઓફર વધારે મજબૂત થશે.”

TVS અપાચે RTR 160 4V સ્પેશ્યલ એડિશન રેડ એલોય વ્હીલ્સ સાથે મેટ્ટ બ્લેક કલરમાં અને નવી સીટ પેટર્નમાં આવશે. TVS અપાચે RTR 160 4V ત્રણ કલરમાં ઉપલબ્ધ થશેઃ રેસિંગ રેડ, મેટલિક બ્લૂ અને નાઇટ બ્લેક.

TVS અપાચે RTR 160 4V ત્રણ વેરિઅન્ટ ડ્રમ, સિંગલ ડિસ્ક અને રિઅર ડિસ્કમાં ઉપલબ્ધ થશે.

TVS અપાચે RTR 160 4V મોટરસાયકલની સીરિઝ હવે ભારતમાં ટીવીએસ મોટર કંપનીના અધિકૃત ડિલરશિપમાં ઉપલબ્ધ છેઃ

·         TVS અપાચે RTR 160 4V સ્પેશ્યલ એડિશન: ₹ 1,21,372 (એક્સ-શોરૂમ, દિલ્હી)

·         TVS અપાચે RTR 160 4V (ડ્રમ): ₹ 1,15,265 (એક્સ-શોરૂમ, દિલ્હી)

·         TVS અપાચે RTR 160 4V (સિંગલ ડિસ્ક): ₹ 1,17,350 (એક્સ-શોરૂમ, દિલ્હી)

·         TVS અપાચે RTR 160 4V(રિઅર ડિસ્ક): ₹ 1,20,050 (એક્સ-શોરૂમ, દિલ્હી)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.