Western Times News

Gujarati News

નવીન બનાવાયેલ ખેડબ્રહ્મા એસટી સ્ટેન્ડનું પ્રજાસત્તાક દિને લોકાર્પણ કરાયું.

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા ખાતે નવીન બનાવાયેલ અદ્યતન એસ.ટી સ્ટેન્ડ નું તારીખ 26 મી જાન્યુઆરીના રોજ ગુજરાત સરકારના મંત્રીશ્રી ગણપતભાઈ વસાવા- આદિજાતિ વિકાસ અને મહિલા બાળ કલ્યાણ વિભાગ દ્વારા પ્રાંતિજ ખાતેથી ઈ લોકાર્પણ કરાયું હતું.

ગુજરાત રાજ્ય સરકાર તરફથી નિગમને ખેડબ્રહ્મા બસ સ્ટેશન માટે રુ. 450- 59 લાખ ફાળવાયેલ જે થકી જે ખેડબ્રહ્મા શહેરનુ મુખ્ય બસ સ્ટેશન અગાઉના બસ સ્ટેશન કરતા વધુ સુવિધાયુક્ત અને અદ્યતન અને આકર્ષક બનાવવામાં આવે છે. આ બસ સ્ટેશનમાં તમામે તમામ સુવિધાઓનો સમાવેશ કરેલ છે જેથી કોઈપણ મુસાફરને કોઈ પણ જાતની તકલીફ રહેશે નહી. આ બસ સ્ટેશન 290,36.00 ચો.મીટર વિસ્તારમાં બનાવાયેલ છે.

 આ બસ સ્ટેન્ડમાં દસ પ્લેટફોર્મ છે. મુસાફરો માટે બેઠક વ્યવસ્થા,  વેઈટીંગ હોલ, ટિકિટ પાસ રૂમ, પાણીનું વોટર કુલર, વિકલાંગો માટે સ્લોપીંગ રેમ્પ, પબ્લિક વોશરુમ, ડ્રાઇવર કંડક્ટર restroom, લેડીઝ સ્ટાફ માટે અલગ રેસ્ટ રૂમ સાઉન્ડ સિસ્ટમ સાથે કંટ્રોલરૂમ મુસાફરો માટે આરામદાયક 120 ખુરશી, ફર્સ્ટ એન્ડ સુવિધા વિદ્યાર્થીઓ માટે પાસ માટે અલગ અલાયદી વ્યવસ્થા ક્યુ ની વ્યવસ્થા મિટિંગ હોલ વિગેરે છે. ખેડબ્રહ્મા એસટી ડેપો મેનેજર શ્રી હાર્દિકભાઈ સગર ના જણાવ્યા પ્રમાણે અગાઉ તેમના સમય દરમિયાન બનાવાયેલ લાયબ્રેરી પણ  ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.