કિસ્ટોન યુનિવર્સ ઓફ એજ્યુકેશનની નવી બ્રાંચનું ઓપનિંગ કરાયું
કીસ્ટોન યુનિવર્સ ઓફ એજ્યુકેશનની એક નવી બ્રાન્ચ પ્રાઈમ કોમ્પલેક્સ, અપોઝિટ જજિસ બંગ્લો રોડ, અમદાવાદ ખાતે શરૂ થઈ છે. અત્યાર સુધી ચાર સફળ બ્રાન્ચ બાદ પાંચમી બ્રાન્ચનું ભવ્ય રીતે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. જેના ઓનર શ્રી કપિલ રાઠી, શ્રી સંદીપ છાબડા, શ્રીમતી લક્ષ્મી પિલ્લઇ અને શ્રી આદર્શ બેન્કા છે. કિસ્ટોનની વિશેષ કી એ છે કે તેઓ વિદ્યાર્થીઓને તેમના કરીયરમાં રસ જોઈને જાતે જ પોતાની શૈક્ષણિક પસંદગીઓ પર સંપૂર્ણ સ્વતંત્રતા આપે છે.
કીસ્ટોન યુનિવર્સમાં વર્ગ 6 થી 10 તેમજ વર્ગ 11 અને 12 એનસીઇઆરટીનો અભ્યાસક્રમની તૈયારીઓ કરાવવામાં આવે છે. તેમજ ધોરણ 9ના વિદ્યાર્થીઓ માટે ફાઉન્ડેશનના અભ્યાસક્રમો અને ધોરણ 10 ના વિદ્યાર્થીઓને જેઈઈ મેઈન, જેઈઈી એડવાન્સ્ડ, નીટ, એઈમ્સની તૈયારીઓ સિસ્ટમેટીક રીતે કરાવવામાં આવે છે. વિદ્યાર્થીઓ તેમના માટે શ્રેષ્ઠ અભ્યાસક્રમો પસંદ કરવા માટે સામેથી ફ્રીડમ અપાય છે. જે બહું જુજ જ બનતું હોય છે.
કિસ્ટોનની પહેલા કરનાર શ્રી કપિલ રાઠીએ કહ્યું કે, કિસ્ટોનનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને બ્રાઈટ ફ્યૂચર આપવાનો છે જે હેતુથી અમે ફેકલ્ટીને પહેલા ટ્રેનિંગ આપીએ છીએ જે બાદ તેઓ આજની તેમજ ફ્યુચરની જરૂરીયાતોને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓને અનુરુપ ક્વોલિટી એજ્યુકેશન આપે છે આ સાથે જ તેમના હિતેચ્છુ બની વર્ષ દરમિયાન તેમના માટે જરૂર પડે ત્યારે હંમેશા અવેલેબલ રહે છે.