નવી જાેડી સાથે ઉદયપુરમાં શરૂ થયું “યે રિશ્તા…”નું શૂટિંગ
મુંબઈ, યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ભારતીય ટેલિવિઝન પર ચાલનારા સૌથી લાંબા શો પૈકીનો એક છે. મોહસિન ખાન અને શિવાંગી જાેષીએ આ શોને અલવિદા કહ્યા બાદ હવે નવી જાેડી સાથે શોની વાર્તા આગળ વધવાની છે.
શોમાં જનરેશન લીપ આવશે અને ત્યારબાદ નવા એક્ટર્સની એન્ટ્રી થશે. હવે શોના લીડ એક્ટર્સ તરીકે હર્ષદ ચોપડા અને પ્રણાલી રાઠોડ જાેવા મળશે. હર્ષદ અને પ્રણાલીએ ઉદયપુરમાં ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’નું શૂટિંગ શરૂ કરી દીધું છે. તેમના શૂટિંગના ઢગલાબંધ મ્જી (બિહાઈન્ડ ધ સીન) વિડીયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.
વાયરલ થયેલા વિડીયો અને તસવીરોમાં હર્ષદ ચોપડા વ્હાઈટ રંગના ટ્રેડિશનલ કુર્તા અને પાયજામામાં જાેવા મળે છે. જ્યારે પ્રણાલી યલો રંગના લહેંગામાં દેખાઈ રહી છે. આ નવી જાેડીને ‘કાર્તિક-નાયરા/સીરત’ જેટલો પ્રેમ મળે છે કે કેમ તે તો થોડા દિવસમાં ખબર પડી જશે.
હાલ તો હર્ષદ ચોપડાના ફેન્સ સાતમા આસમાને છે કારણકે તેમનો ફેવરિટ એક્ટર એક નવા રોલમાં હવે રોજ ટીવી પર જાેવા મળશે. પ્રણાલી અને હર્ષદના રિહર્સલના વિડીયો ફેનપેજ દ્વારા શેર કરવામાં આવ્યા છે.SSS