દિલ્હીઃ સબ્જીમંડીમાં ઈમારત પડતાં માતા અને બે બાળકોનાં મોત

નવી દિલ્હી, નોર્થ દિલ્હીના સબ્જી મંડી વિસ્તારમાં ત્રણ માળની ઈમારત ધરાશાયી થવાની ઘટનામાં માતા અને બે બાળકોના મોતના સમાચાર છે. ઘટના બાદ રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. ફાયર ડિપાર્ટમેન્ટની પાંચ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે.
સાક્ષીઓના જણાવ્યા અનુસાર કેટલાક લોકો દબાયા હોવાની આશંકા છે. કાટમાળમાં કેટલીક ગાડીઓ પણ દબાયેલી છે. ઈમારત ધરાશાયી બાદ વિસ્તારમાં અફરા તફરી મચી ગઈ છે. જણાવવામાં આવ્યુ છે કે કાટમાળમાં બે બાળકો ફસાયેલા છે.
બપોરે ૧૧ઃ૫૦ મિનિટ પર સબ્જી મંડીથી એક ફોન કોલ કરવામાં આવ્યો હતો જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે અહીં એક ઈમારત ધરાશાયી થઈ છે. ઘટનાની માહિતી મળ્યા બાદ ઘટના સ્થળે પાંચ ફાયર ટેન્ડર ગાડીઓ પહોંચી છે.
આ ઈમારત માલકા ગંજ નજીક, દિલ્હીમાં રૉબિન સિનેમાની સામે સ્થિત હતી. અગાઉ રવિવારે દિલ્હીમાં તેજ વરસાદ બાદ નરેલામાં એક જૂની ઈમારત ધરાશાયી થઈ હતી. રાહતની વાત એ રહી કે આ ઘટનામાં કોઈ ઈજાગ્રસ્ત થયા નહીં. જાેકે આ ઈમારતને એનડીએમસીએ પહેલા જ જાેખમી માળખુ જાહેર કર્યુ હતુ.SSS