26 મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની ઉજવણીના ભાગરૂપે નવી દિલ્હીના રાજમાર્ગ પર હકડેઠઠ ઉમટી પડેલા રાજધાનીવાસીઓને ભારે પ્રભાવિત કર્યા હતા. ૭૧મા પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાત રાજ્ય તરફથી પાટણની રાણીની વાવ-જલ મંદિરનો ટેબ્લો પ્રસ્તુત થયો હતો. ભારતના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી રામનાથ કોવિંદ, પરેડના મુખ્ય મહેમાન બ્રાઝિલ સંઘીય ગણતંત્રના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી જાઈખ મેસીઆસ બોલ્સોનારો અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ઉપરાષ્ટ્રપતિ શ્રી વૈંકૈય્યાહ નાયડુની ઉપસ્થિતિમાં યોજાયેલી પરેડમાં ગુજરાતના કળાત્મક ટેબ્લો એ ભારે આકર્ષણ ઉભું કર્યું હતું. આ ઉપરાંત અન્ય રાજયોના ટેબ્લો પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.