નવી પધ્ધતિથી નવા પાર્ટી અધ્યક્ષ ચુંટવામાં આવશે, ઓનલાઇન મતદાન
નવીદિલ્હી, દેશની સૌથી જુની રાજનીતિક પાર્ટી કોંગ્રેસ પોતાના નવા પાર્ટી અધ્યક્ષને ચુંટવા માટે મોટો અને એતિહાસિક પગલુ ઉઠાવવા જઇ રહી છે હકીકતમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી પોતાના નવા અધ્યક્ષ ચુંટવા માટે ઓનલાઇન મતદાન કરાવશે તેના માટે કોંગ્રેસના પ્રતિનિધિઓ તાકિદે ડિઝીટલ મતદાન કોર્ડ જારી કરવામાં આવશે આ ચુંટણી માટે કેન્દ્રીય ચુંટણી પ્રાધિકરણે લગભગ ૧૫૦૦ કોંગ્રેસીઓની યાદી તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.તેના માટે તેણે કોંગ્રેસની તમામ એકમોથી પ્રતિનિધિઓની તસવીર મોકલવા માટે કહ્યું છે.
એ યાદ રહે કે કોંગ્રેસમાં નવા પાર્ટી અધ્યક્ષ તરીકે રાહુલ ગાંધીની વાપસી જાેવા મળી રહી છે પરંતુ ઓનલાઇન મતદાન તેમના માર્ગમાં અવરોધ બની શકે છે જાે આમ થયું તો તેનાથી કોંગ્રેસમાં મોટા ઉલટફેર તરીકે જાેવામાં આવશે જાે રાહુલ ગાંધી બીજીવાર કોંગ્રેસ અધ્યક્ષ ચુંટાઇ આવશે તો તેનાથી એ સંકેત જશેકે તે પાર્ટીમાં નિર્વિવાદ નેતા છે અને સૌથી વધુ લોકપ્રિય પણ છે.
કોંગ્રેસના નવા પ્રમુખની ચુંટણી માટે ઓનલાઇન મતદાને અનેક મોટા સવાલ ઉભા કર્યા છે સૌથી પહેલો સવાલ એ છે કે જાે રાહુલ ગાંધીની ટકકરમાં કોઇ મેદાનમાં ઉતરે છે તો શું હશે હકીકતમાં આવી સ્થિતિમાં કેન્દ્રીય ચુંટણી પ્રાધિકરણને સામાન્ય ચુંટણીની જેમ પુરી રીતે સેટઅપ તૈયાર કરવાનું રહેશે તેમાં મતદાન પ્રક્રિયાથી લઇ જગ્યા અને મતદાનની તારીખ નક્કી કરવાની રહેશે ડિઝીટલ ચુંટણી પ્રક્રિયામાં જાેડાયેલ એક નેતાએ કહ્યું કે અમે પુરી તૈયારી કરી રહ્યાં છીએ પરંતુ કોઇ પણ સ્થિતિ માટે તૈયાર છીએ તેમણે કહ્યું કે બે રાજયોને છોડી અમે દેશના અન્ય ભાગોથી પ્રતિનિધિઓની યાદી મળી ચુકી છે જયારે ચુંટણી મંડળની તૈયારીઓ પુરી થઇ જશે તો પાર્ટીના વર્તમાન અધ્યક્ષને માહિતી આપી દેશે.
સુત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ પ્રતિનિધિઓની યાદીમાં તે નામ સામેલ છે જે ૨૦૧૭માં રાહુલ ગાંધીને કોંગ્રેસ અધ્યક્ષ બનાવતા સમયે હતા આ યાદીને અપડેટ કરવાનું કામ ચાલી રહ્યું છે જાણકારી અનુસાર પ્રતિનિધિઓને જારી કરવામાં આવેલ આઇડી કાર્ડ પર બારકોડ હશે જેમાં મતદારોની પુરી માહિતી હશે આ પગલુ ચુંંટણીમાં ભુલને ઓછી કરવાના હેતુથછી ઉઠાવવામાં આવ્યું છે. ચુંટણી પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીની જગ્યાએ નિયમિત અધ્યક્ષ ચુંટવા માટે કરાવવામાં આવશે તેમાં નવા અધ્યક્ષનો કાર્યકાળ બે વર્ષનો નક્કી કરવામાં આવ્યો છે.HS