રણબીર નવી ફિલ્મની તૈયારીમાં
મુંબઇ, બોલીવૂડનો ચોકલેટી બોય રણબીર કપૂર હાલમાં અયાન મુખર્જીની સુપરનેચરલ થ્રિલર ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં કામ કરી રહ્યો છે. આ ઉપરાંત તે અન્ય એક ફિલ્મ માટે ખાસ મહેનત કરતો જોવા મળી રહ્યો છે. આ ફિલ્મના પોતાના પાત્ર માટે રણબીરે બોડી બનાવવાનું શરૂ કરી દીધું છે. તે જીમમાં સતત પરસેવો પાડતો જોવા મળી રહ્યો છે. હાલમાં બ્રહ્માસ્ત્રનું શૂટિંગ પૂર્ણ થઇ ગયુ છે પણ તેનાં પોસ્ટ પ્રોડકશન અને પ્રમોશનનું કામ ચાલુ છે.
રણબીર તેની અપકમિંગ ફિલ્મની તૈયારીઓમાં લાગી ગયો છે. કરણ મલ્હોત્રાનાં ડિરેકશનમાં બની રહેલી ફિલ્મ શમશેરામાં સંજય દત્ત અને વાણી કપૂર સાથે રણબીરનો મુખ્ય રોલ છે.
આ ફિલ્મ એકશન એડવેન્ચરથી ભરપૂર હશે. તેથી જ આ ફિલ્મ માટે રણબીર બોડી બનાવવા મહેનત કરી રહ્યો છે. આ પહેલા સંજૂ ફિલ્મ માટે પણ તેણે જીમમાં જઇ જબરદસ્ત બોડી બનાવ્યું હતું. સૌ કોઇ જાણે છે કે જિમમાં જવું રણબીર કપૂરને જરાં પણ પસંદ નથી. તેમ છતાં તેણે તેની આવનારી ફિલ્મના પાત્રને ન્યાય આપવો જિમમાં પરસેવો પાડવાનું શરૂ કરી દીધુ છે.