Western Times News

Gujarati News

નવી ફિલ્મમાં સલમાન સાથે પુજા હેગડેને લેવાનો નિર્ણય

મુંબઇ, સલમાન ખાનની નવી ફિલ્મ કભી ઇદ કભી દિવાલી માટે આખરે અભિનેત્રીની પસંદગી કરી લેવામાં આવી છે. આ ફિલ્મમાં હવે સલમાન ખાનની સાથે પુજા હેગડે જાવા મળનાર છે. તેની પસંદગીની જાહેરાત ફિલ્મના નિર્માતા અને પટકથાકાર દ્વારા કરવામાં આવી છે. નિર્માતા સાજિદ નડિયાદવાળા દ્વારા આ અંગેની જાહેરાત કરવામાં આવી છે. નડિયાદવાળા દ્વારા આ અંગેની જાહેરાત કરવામાં આવી છે. સાજિદે માહિતી આપતા કહ્યુ છે કે પુજા અને સલમાન ખાનની જોડી પ્રથમ વખત જાવા મળનાર છે.

સાજિદે કહ્યુ છે કે પુજા પહેલા રિતિક રોશન અને ત્યારબાદ અક્ષય કુમારની સાથે ફિલ્મમાં નજરે પડી ચુકી છે. છેલ્લે પુજા હાઉસફુલ સિરિઝની ફિલ્મમાં નજરે પડી હતી. રિતિક રોશન સાથે મોહનજા દારો નામની ફિલ્મ સાથે પુજા હેગડેએ બોલિવુડમાં એન્ટ્રી કરી હતી. સલમાન ખાન હાલમાં આ સાજિદ નડિયાદવાળાની ફિલ્મમાં નજરે પડી રહ્યો છે. સાજિદે કહ્યુ છે કે હાલમાં પુજા સાથે કામ કર્યા બાદ અનુભવ થયો છે કે આ ફિલ્મ માટે તે પરફેક્ટ રહી શકે છે. તેની સ્ક્રીન પ્રજેન્સ જારદાર રહેલી છે. સલમાન ખાન સાથે તેની જાડી જારદાર રીતે જાવા મળનાર છે. આ એક ફેમિલી ડ્રામા ફિલ્મ છે. જેનુ નિર્દેશન ફરહદ સામજી કરનાર છે. આ ઇદ ૨૦૨૧ ઉપર રજૂ કરવામાં આવનાર છે.

સાજિદે કહ્યુ છે કે પ્રથમ વખત સલમાનની ફિલ્મ જુડવા ઇદ પર રજૂ કરવામાં આવી હતી. તેમના નિર્દેશનમાં બનેલી ફિલ્મ કિક પણ ઇદના દિવસે રજૂ કરવામાં આવી હતી. ફિલ્મનુ શુટિંગ ઓક્ટોબરથી શરૂ કરવામાં આવશે. શુટિંગ શરૂ કરતા પહેલા સલમાન અને પુજા હેગડેની એક સાથે વર્કશોપ્સ કરવામાં આવનાર છે. બંને એકબીજા સાથે કેમિસ્ટ્રી જમાવે તેવી શક્યતા છે. ફિલ્મને લઇને પ્રાથમિક તૈયારી શરૂ કરી લેવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.