નવી મુંબઇમાં શુક્રવારે રાતે ૧૨ વાગ્યાથી ૧૦ દિવસ માટે લોકડાઉન લાગુ થશે
નવીદિલ્હી: કોરોના વાયરસના સતત નવા કેસ સામે આવી રહ્યા છે. જે જોતા મહારાષ્ટ્ર સરકારે નવી મુંબઇમાં ફરી એક વાર લોકડાઉન લગાવાનો નિર્ણય કર્યો છે. શુક્રવારે રાતે ૧૨ વાગ્યાથી ૧૦ દિવસ માટે લોકડાઉન લાગુ થશે. આ દરમિયાન ખાલી જરૂરી સેવાઓ અને તેનાથી જોડાયેલી કંપની કે દુકાનો જ ખુલ્લી રહેશે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં નવી મુંબઇમાં ૬ હજારથી વધુ નવા કેસ સામે આવ્યા છે.
નવી મુંબઇ મહારાષ્ટ્રના થાણા જિલ્લામાં કોરોનાના કેસ ગત બે સપ્તાહમાં લગભગ ડબલ થયા છે. જિલ્લામાં મેથી અત્યાર સુધીમાં સંક્રમણના કેસમાં વધારો થયો છે. થાણે જિલ્લામાં મે સુધી કોરોના વાયરસ સંક્રમણ માત્ર ૧,૦૧૧ કેસ હતા જેની સંખ્યા અત્યાર સુધી ૩૩ હજારથી વધુ થઇ ગઇ છે. ગત ૧૫ દિવસમાં જિલ્લામાં સંક્રમણના ૧૭,૦૦૮થી વધીને ૩૩,૩૨૪ થઇ ગયા છે. અને મેમાં અત્યાર સુધી કોવિડ ૧૯થી મોતની સંખ્યા વધીને ૨૯ થી વધીને ૧,૦૬૪ થઇ ગઇ છે. મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં કોવિડના ૫,૫૩૭ નવા કેસ સામે આવ્યા. જેમાંથી રાજ્યમાં સંક્રમણ કેસ રાજ્યમાં આ પછી ૧,૮૦,૨૯૮ થઇ ગયા છે. વળી રાજ્યમાં કોરોના કારણે મરનારની સંખ્યા પણ વધીને ૮,૦૫૩ થઇ ગઇ છે.
બીજી તરફ મુંબઇનું કોરોના વાયરસ સંક્રમણના ૧,૫૧૧ નવા કેસ સામે આવતા જ સંક્રમિતોની કુલ સંખ્યા વધીને ૭૮,૭૦૮ થઇ ગઇ છે. બીએમસીએ કોવિડની જાણકારી આપતા કહ્યું કે કોવિડ ૧૯થી ૭૫ વધુ દર્દીઓની મોત થઇ છે. આ ઘાતક વાયરસથી મૃતકોની સંખ્યા વધીને ૪,૬૨૯ થઇ ગઇ છે. બીએમસીએ બુધવારે જણાવ્યું કે ૬૨૧ દર્દીઓ સ્વસ્થ થયા પછી તેમને હોસ્પિટલથી રજા આપવામાં આવી છે. શહેરમાં અત્યાર સુધી ૪૪,૭૯૧ દર્દી આ રોગથી ઠીક થયા છે.