નવી શિક્ષણ નીતિ માટેના ૫૭૧૮ કરોડના સ્ટાર્સ પ્રોજેક્ટને બહાલી
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે ર્નિણય લીધો છે કે શિક્ષણ મંત્રાલયના શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ હેઠળ નવી યોજના તરીકે સ્ટાર્સ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે. છ રાજ્યો તેના કાર્યક્ષેત્રમાં આવશે. આ પ્રોજેક્ટ માટે ૫૭૧૮ કરોડ રૂપિયા ખર્ચ થવાનો અંદાજ છે. બુધવારે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે કેન્દ્રીય પ્રધાનમંડળની બેઠકમાં લેવામાં આવેલા ર્નિણયો અંગે કેન્દ્રીય પ્રધાનો પ્રકાશ જાવડેકર અને નરેન્દ્રસિંહ તોમારે માહિતી આપી હતી.
જાવડેકરે કહ્યું કે નવી શિક્ષણ નીતિના અમલીકરણ સાથે સંકળાયેલા સ્ટાર્સ પ્રોજેક્ટને આજે મંજૂરી મળી હતી. આ પ્રોજેક્ટ માટે વર્લ્ડ બેંક દ્વારા ૫૦૦ મિલિયનની આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે. આ પ્રોજેક્ટ કેન્દ્રિય પ્રાયોજિત નવી યોજના અંતર્ગત શિક્ષણ મંત્રાલયના શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ દ્વારા લાગુ કરવામાં આવશે. હાલમાં હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, કેરળ અને ઓડિશાને છ રાજ્યો આ પ્રોજેક્ટના ક્ષેત્રમાં લાવવામાં આવશે. આ અંતર્ગત શિક્ષણ માળખું સુધારવા માટે વિકાસ, અમલીકરણ અને મૂલ્યાંકન વગેરે ક્ષેત્રોમાં રાજ્યોને મદદ કરવામાં આવશે.
જાવડેકરે કહ્યું કે આજે વડા પ્રધાન મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં એક મહત્વપૂર્ણ ર્નિણય લેવામાં આવ્યો છે કે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હવે લાગુ કરવામાં આવશે. આ માટે સ્ટાર્સનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે. હવે શિક્ષણમાં ઉમંગ દ્વારા શીખવાનું સમજાશે નહીં. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે રાજ્ય સરકારો તરફના સ્ટાર્સ પ્રોજેક્ટ પર બે હજાર કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. આ જ પ્રકારનો કાર્યક્રમ એશિયન વિકાસ બેંકના સહયોગથી ગુજરાત, ઝારખંડ, ઉત્તરાખંડ, આસામ અને તમિળનાડુમાં હાથ ધરવામાં આવશે.
કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે કહ્યું કે કેબિનેટ દ્વારા રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા અભિયાન ‘દીનદયાળ અંત્યોદય યોજના’ હેઠળ કેન્દ્ર સરકારના જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ માટે ૫૨૯ કરોડના વિશેષ પેકેજને પણ મંજૂરી આપવામાં આવી છે. જાવડેકરે કહ્યું કે દીન દયાળ અંત્યોદય રાષ્ટ્રીય આજીવિકા મિશન યોજના દેશના તમામ ગ્રામીણ વિસ્તારોમાં ચાલે છે. ગ્રામીણ કાશ્મીર, લદાખ અને જમ્મુમાં વસતા ૨/૩ લોકો આ યોજનામાં જોડાશે. કેન્દ્રીય પ્રધાનમંડળે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ માટે ૫૨૦ કરોડના વિશેષ પેકેજને મંજૂરી આપી છે. તે પાંચ વર્ષ સુધી ચાલશે. ૧૦,૫૮,૦૦૦ પરિવારોને આનો લાભ મળશે.