નવેમ્બરમાં 35 લાખ લોકોએ નોકરી ગુમાવી
નવી દિલ્હી, કોરોનાનુ ભારતમાં આગમન થયા બાદ લાગેલા લોકડાઉનના પગલે પહેલેથી જ મંદી તરફ ધકેલાયેલી ઈકોનોમીની હાલત વધારે ખરાબ થઈ છે.
જેની સીધી અસર લોકોની નોકરીઓ પર પડી રહી છે અને આંકડા આ વાતની ગવાહી આપી રહ્યા છે.નવેમ્બર મહિનાની વાત કરવામાં આવે તો રોજગારીમાં 0.9 ટકા એટલે કે લગભગ 10 ટકાનો ઘટાડો થયો છે અને 35 લાખ લોકોએ નોકરીઓ ગુમાવી છે.આમ બેકારીમાં વધારે તેજી આવી છે.એવુ લાગી રહ્યુ છે કે, ઈકોનોમીમાં રીકવરીનો દોર ખતમ થયો છે અને બેકારી ફરી વધી શકે છે.
જાહેર થયેલા આંકડા પ્રમાણે નોકરી ગુમાવનારા લોકોની સંખ્યા બતાવી રહી છે કે, ઈકોનોમી હજી પણ નબળા દોરમાંથી પસાર થઈ રહી છે.જોકે આશાનુ કિરણ એ છે કે, ડિસેમ્બરમાં નોકરીમાં ઘટાડાનો ટ્રેન્ડ ખતમ થઈ શકે છે.કારણકે ડિસેમ્બરના પહેલા સપ્તાહમાં લેબર પાર્ટિસિપેશનમાં થોડો વધારો જોવા મળ્યો છે.
હાલમાં 39.3 કરોડ લોકો રોજગારી મેળવી રહ્યા છે અને ગયા વર્ષની સરખામણીમાં આ આંકડો 2.4 ટકા ઓછો છે.નોકરીની ઓછી તકોના કારણે લોકો નિરાશ થઈ રહ્યા છે અને એક્ટિવ લેબર માર્કેટમાંથી બહાર નીકળી રહ્યા છે.