નવ એન્કાઉન્ટરમાં ૧૩ આતંકવાદીને ઠાર કરાયા
શ્રીનગર, જમ્મૂ કાશ્મીરમાં સિવિલિયનની ટાર્ગેટ કિલિંગ બાદ સુરક્ષાબળોએ આતંકવાદીઓના વિરૂદ્ધ જાેરદાર અભિયાન છેડાયેલું છે. ગત થોડા દિવસોમાં ૯ ઓપરેશન કરીને ૧૩ આતંકવાદીઓનો સફાયો કરવામાં આવ્યો છે. તેમાંથી ૩ આતંકવાદી ગત ૨૪ કલાકમાં મોતને ભેટ્યા છે.
સુરક્ષાબળોએ આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના કમાન્ડર ઉમર મુશ્તાક ખાંડેને પુલવામા જિલ્લાના પંપોર વિસ્તારમાં મોતને ઘાટ ઉતાર્યો હતો. આ એન્કાઉન્ટરમાં ખાંડે સહિત બે આતંકવાદીઓના ઠાર માર્યા હતા. આઇજી વિજય કુમારે જણાવ્યું હતું કે ઉમર મુશ્તાક ખાંડે આ વર્ષની શરૂઆતમાં શ્રીનગર જિલ્લાના બઘાટમાં બે પોલીસકર્મીની હત્યાની ઘટનામાં સામેલ હતા. તે આ પહેલાં પણ ઘાટીમાં ઘણા હુમલાને અંજામ આપી ચૂક્યો હતો.
જમ્મૂ કાશ્મીર પોલીસે આ વર્ષે ઓગસ્ટમાં ટોપ ટેન આતંકવાદીઓની યાદી જાહેર કરી હતી. જેમાં ખાંડેનું પણ નામ હતું. ત્યારબાદ ઉમર મુશ્તાક ખાંડે સુરક્ષાબળોના નિશાન પર આવી ગયો હતો. પ્રદેશમાં અચાનક ટાર્ગેત કિલિંગની ઘટનાઓ શરૂ થતાં સુરક્ષબળોએ આતંકવાદીઓ વિરૂદ્ધ અભિયાનમાં તેજી લાવી દીધી. ત્યારબાદ શનિવારે ખાંડે સહિત બે આતંકવાદીને ઠાર મારવામાં આવ્યા.
કાશ્મીર ઝોનના આઇજી વિજય કુમારે સિવિલિયન નાગરિકોની હત્યાની પાછળ કોઇપણ પ્રકારની સુરક્ષા ચૂકથી મનાઇ કરી છે. તેમણે કહ્યું કે તમામ સુરક્ષા પુરી પાડવી સંભવ નથી. એવામાં સામાનય નાગરિક આતંકવાદીઓ સરળ ટાર્ગેટ (સોફ્ટ ટાગેટ) થઇ શકે છે.
આઇજીએ કહ્યું કે ગત અઠવાડિયે માર્યા ગયેલા કોઇપણ નિવાસીને પોલીસે સુરક્ષા પુરી પાડી ન હતી. તેમણે કહ્યું કે સુરક્ષાબળોએ ઝડપથી કાર્યવાહી કરી અને હત્યાઓમાં સામેલ તમામ પાંચ આતંકવાદીઓની ઓળખ કરવામાં આવી લીધી. તેમણે કહ્યું કે તેમાંથી બે ઠાર મારવામાં આવ્યા છે અને અન્ય ત્રણને પણ જલદી જ શોધી કાઢવામાં આવશે. આઇજીએ કહ્યું કે ૮ ઓક્ટોબરથી અત્યાર સુધી નવ એન્કાઉટરમાં ૧૩ આતંકવાદી ઠાર માર્યા છે.SSS