Western Times News

Gujarati News

નવ જગ્યાએ દરોડા પાડી એક કરોડ ૬૭ લાખનો દારૂ જપ્ત

રાજકોટ: બૂટલેગરો પોલીસથી બચવા માટે નવા-નવા નુસખા અપનાવી દારૂની હેરાફેરી કરતા હોય છે અથવા તો કારમા બુટલેગરો પોલીસથી બચવા માટે નવા-નવા નુસખા અપનાવી દારૂની હેરાફેરી કરતા હોય છે. રાજકોટ પોલીસે જાણે કે બૂટલેગરો પર તવાઈ બોલાવી હોય તેમ અલગ અલગ પોલીસ મથકો દ્વારા દારૂની હેરાફેરી કરતા શખ્સોને ઝડપી પાડયા છે. રાજકોટ ક્રાઇમ બ્રાંચ, પ્ર.નગર, ભકિતનગર, બી-ડિવીઝન, આજીડેમ અને ગાંધીગ્રામ પોલીસે કુલ ૯ દરોડા પાડી રૂપિયા ૧૬,૭૯,૪૮૦નો વિદેશી દારૂ જપ્ત કરી ૮ શખ્સોને પકડી લીધા હતાં.

જ્યારે ત્રણના નામ ખુલ્યા હતાં અને બે ભાગી ગયા હતાં. ક્રાઇમ બ્રાંચની ટીમે ભાવનગર હાઇવે પર કાળીપાટના પાટીયા પાસે મા આશાપુરા હોટેલ સામેના ભાગે બાતમીના આધારે વોચ રાખી ૧૪,૨૮,૦૦૦ રૂપિયાનો દારૂનો જથ્થો ભરેલુ સિમેન્ટ કોંક્રિટ મિક્સ કરવા માટેનું મિક્સચર પકડી લઇ રાજસ્થાની શખ્સને ઝળપી પાડ્યો છે. પોલીસે રૂપિયા ૯,૬૦,૦૦૦ની મળી કુલ ૨૭૫ પેટીઓ રૂપિયા ૧૪,૨૮,૦૦૦ની એએમડબલ્યુ કંપીનીનું સિમેન્ટ કોંક્રિટ મિકસચર ટેન્કર રૂપિયા ૧૦ લાખનું, ત્રણ મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા ૨૪,૩૧,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બૂટલેગરે પોલીસની નજરથી બચવા સિમેન્ટ કોંક્રિટના મિકસચરની અંદર દારૂની પેટીઓ છુપાવી હતી.

પોલીસના અન્ય એક દરોડામાં ગોંડલ રોડ પુનિતનગર પાછળ નંદનવન પાર્ક-૩ના ખુલ્લા પ્લોટમાં દરોડો પાડી રૂ. ૨૭ હજારનો દારૂ ભરેલી ફ્રન્ટી કાર પકડી લઇ કુલ રૂપિયા ૧,૨૭,૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે દરોડો પાડતાં બે શખ્સો ભાગી ગયા હતાં. જેમાં પુષ્પરાજસિંહ જાડેજા તથા જયદ્રથસિંહ જાડેજા હોવાનું ખુલતાં બંનેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત અલગ અલગ પોલીસ મથકો દ્વારા દરોડાની કામગીરી હાથ ધરાય હતી. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી આપણે સ્વીગી કે ઝોમેટો સહિતની હોમડિલિવરી કરતા બોક્સમાં દારૂની હેરાફેરી થતી હોવાના કિસ્સાઓ જોયા છે સાથે ઘરની દીવાલમાં ચોર ખાનું બનાવી તેમાં પણ દારૂ રાખ્યો હોવાના કિસ્સાઓ પોલીસે ઝડપી પાડયા છે.

એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં પણ દારૂ લઇ જવા માટે દૂધના ટેન્કરનો ઉપયોગ થયા હોવાનું પણ સામે આવ્યું હતું. સાથે જ કારમાં પણ અલગ અલગ ચોરખાના બનાવી જેમાં દારૂની બોટલો રાખી ફેરી હેરાફેરી કરતા બુટલેગરો પણ પોલીસને હાથે ઝડપાઇ ચૂકયા હતા. ત્યારે હવે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વધુ એક કારને ઝડપી પાડી હતી.રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ઝડપેલી કારની ડેકીમાં સીએનજી કીટ રાખવામાં આવી હતી. આ કિટ અંદરથી ખાલી હતી અને જેમાં દારૂની બોટલો સંતાડવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.